- આજે અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને
આજે વર્લ્ડકપ 2023ની 34મી મેચ અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ 6-6 મેચ રમી છે. જેમાં અફઘાનિસ્તાને 3 મેચ અને નેધરલેન્ડે 2 મેચ જીતી છે. આજની મેચ જીતીને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પોતાનો દાવો મજબુત કરવા મેદાનમાં ઉતરશે. હાલમાં અફઘાનિસ્તાન 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
પિચ રિપોર્ટ
અફઘાનિસ્તાન અને નેધરલેન્ડની મેચ લખનઉના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પિચ થોડી અલગ છે. કારણ કે આ વર્ષ દરમિયાન આ મેદાન પર રમાયેલી મેચોમાં પિચને સમજવી એટલી સરળ રહી નથી. અહીં યોજાયેલી મેચોમાં ક્યારેક ફાસ્ટ બોલરોનો દબદબો વધુ રહ્યો છે તો ક્યારેક સ્પિનરોનો દબદબો રહ્યો છે. એક વાત ચોક્કસપણે સ્પષ્ટ છે કે અહીં બેટિંગ કરવી સરળ ક્યારેય રહી નથી. લખનઉમાં આ વર્લ્ડકપમાં કુલ ચાર મેચ રમાઈ છે. આ ચાર મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સર્વોચ્ચ સ્કોર માત્ર 262 રહ્યો છે. આ ચાર મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ બે વખત અને ટાર્ગેટનો પીછો કરતી ટીમ બે વખત જીતી છે.
પિચના આધારે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરશે
ચેન્નઇમાં સ્પિન ફ્રેન્ડલી વિકેટ જોઈને અફઘાનિસ્તાનની ટીમે પોતાની ટીમમાં ચાર સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા હતા. જો આજે લખનઉમાં આવી જ વિકેટ મળી જાય છે તો અફઘાન ટીમ ફરી એકવાર નૂર અહેમદને તક આપી શકે છે. બીજી તરફ નેધરલેન્ડની ટીમ પણ પોતાના એક ઝડપી બોલરને આરામ આપીને વધારાના સ્પિનર રમી શકે છે.
બંને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ/નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક/એન. અહેમદ, ફઝલહક ફારૂકી.
નેધરલેન્ડ: વિક્રમજીત સિંહ, મેક્સ ઓ’ડાઉડ, વેસ્લી બારેસી, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), બાસ ડી લીડે, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, લોગન વાન બીક, શારીજ અહેમદ, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.