- ગોમતી ઘાટ પર 10થી 15 ફુટ ઊંચા મોજા ઉછળ્યા
- મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ
- સહેલાણીઓ પોતાની મનમાની ચલવતા જોવા મળ્યા
દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગોમતી ઘાટ પર 10થી 15 ફુટ ઊંચા મોજા ઉછળ્યા છે. ઊંચા મોજા વચ્ચે જીવના જોખમે લોકો આનંદ માણી રહ્યા છે. તેમાં મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થાય છે. જેમાં યાત્રાધામ દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે.
ગોમતીઘાટ પર દસથી પંદર ફુટ ઉંચા મોજા ઉછળ્યા
દ્વારકાનાં અરબી સમુદ્રમાં કરંટને લઇ ગોમતીઘાટ પર દસથી પંદર ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. ભારે કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાને ઉછળતા મોજાનો સહેલાણીઓ ઘાટ પર આનંદ માણી રહ્યા છે. ગોમતીઘાટ પર દસથી પંદર ફૂટ ઊંચા મોજામાં સહેલાણીઓ જોખમી રીતે આનંદ માણી રહ્યા છે. ગોમતીઘાટ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મી સહેલાણીઓને ઘાટ પરથી દુર કરે છે છતાં પણ સહેલાણીઓ પોતાની મનમાની ચલવતા જોવા મળ્યા છે. જેમાં કોઇ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન બન્યો છે.
ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમા, પંચમહાલ, દાહોદ, તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22મી તારીખે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.


