જો આગામી દિવસોમાં તમે ટ્રેન મારફતે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો રેલવે સ્ટેશન જતા પહેલા એકવાર રેલવેનું સમયપત્રક લેવું જોઈએ. ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મદાર-પાલનપુર સેક્શન પર 11 અને 12 ડિસેમ્બરના રોજ એક મોટો બ્લોક લીધો છે. જ્વાલી અને રાણી સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 632 પર RCC બોક્સ નાખવા જેવું મોટું માળખાગત કાર્ય ચાલી રહ્યું છે, જેના કારણે અનેક ટ્રેનોના સમયપત્રક પર સીધી અસર થઈ છે. જોધપુર ડીઆરએમ અનુરાગ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ બ્રિજનું મોટું કામ છે અને બ્લોક લીધા વગર શક્ય નહોતું, તેથી આ ફેરફારો અનિવાર્ય હતા.
કેન્સલ કરવામાં આવેલી ટ્રેનોની વિગત
14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ 11 અને 12 ડિસેમ્બરના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ 12 અને 12 ડિસેમ્બરના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ સાથે 19735/19736 જયપુર–મારવાડ જંકશન ટ્રેન 12 ડિસેમ્બરના રોજ રદ્દ કરવામાં આવી છે.
આ ટ્રેનોના રૂટ બદલાયા
ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ–ભગત કી કોઠી ટ્રેન 11 ડિસેમ્બરના રોજ મહેસાણા-ભીલડી-લુણી થઈને ચાલશે. આ દરમિયાન પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, જાલોર, મોકલસર, અને સમદડી પર ઉભી રહેશે. ટ્રેન નંબર 20496 હડપસર–જોધપુર ટ્રેન 11 ડિસેમ્બરના રોજ પણ આગળ જણાવેલા બદલાયેલા રૂટ અને તમામ સ્ટેશનો પર રોકાણ સાથે ચાલશે.
મોડી ચાલનારી ટ્રેનની યાદી
- ટ્રેન નંબર 14707 હનુમાનગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ (12 ડિસેમ્બર): નિયત સમય (સવારે 5.25 વાગ્યે) કરતાં 1 કલાક મોડી ચાલશે.
- ટ્રેન નંબર 19223 સાબરમતી-જમ્મૂતવી એક્સપ્રેસ (12 ડિસેમ્બર): નિયત સમય (સવારે 10.25 વાગ્યે) કરતાં 1 કલાક 45 મિનિટ મોડી ચાલશે.
- ટ્રેન નંબર 09084 ભગત કી કોઠી-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (12 ડિસેમ્બર): નિયત સમય (સવારે 11.30 વાગ્યે) કરતાં 3 કલાકની ભારે વિલંબ સાથે ચાલશે.


