- ફ્રાંસમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરની હાજરીમાં સર્વિસ શરૂ કરાઈ
- હવે 17થી વધુ દેશોમાં આ સર્વિસનો વ્યાપ
- આ સુવિધા શરૂ કરવા ગત વર્ષે જુલાઈમાં બંને દેશો વચ્ચે સમજુતી થઈ હતી
ભારતે શુક્રવારે ફ્રાન્સમાં સત્તાવાર રીતે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) લોન્ચ કર્યું. આ સાથે ફ્રાન્સ પણ તે દેશોમાંથી એક બની ગયું છે જ્યાં યુપીઆઈનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન માટે થઈ શકે છે. NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) એ ફ્રાન્સમાં UPI સેવાઓ પ્રદાન કરવા માટે ફ્રેન્ચ કંપની Lyra સાથે ભાગીદારી કરી છે. ફ્રાન્સમાં તેની શરૂઆત સાથે, આ ભારતીય ચુકવણી સેવા હવે વિશ્વના 17 થી વધુ દેશોમાં પહોંચી ગઈ છે.
શુક્રવારે ફ્રાન્સમાં UPI સેવાઓ પણ શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા શરૂ કરવા માટે ગયા વર્ષે જુલાઈમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સમજૂતી થઈ હતી. ફ્રાન્સમાં આ સુવિધા આપવા માટે ફ્રેન્ચ કંપની Lyra સાથે ભાગીદારી કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરની હાજરીમાં શુક્રવારે સાંજે ફ્રાન્સમાં UPI સેવાઓ શરૂ કરવામાં આવી હતી
આ દેશોમાં UPI લોન્ચ કરવામાં આવ્યું છે
ભૂતાન UPI લોન્ચ કરનાર પ્રથમ દેશ છે. ત્યારથી આ યાદીમાં ઘણા દેશો જોડાયા છે. અત્યાર સુધી આ સેવા સિંગાપોર, UAE, નેપાળ, શ્રીલંકા, ઓમાન, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, વિયેતનામ, કંબોડિયા, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા, બ્રિટન, જાપાન, બેલ્જિયમ, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ કરવામાં આવી છે. આ વિવિધ દેશોમાં સ્થાનિક ભાગીદારોના સહયોગથી ચલાવવામાં આવી રહ્યું છે. ફ્રાન્સ 18મો દેશ છે જ્યાં આ સેવા શરૂ કરવામાં આવી છે.


