અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિઝા પ્રક્રિયામાં અનેક ફેરફાર કરી ચૂક્યા છે. ત્યારે એક નવો વિઝા કાર્યક્રમ પણ તમણે હવે શરૂ કર્યો છે. જેને “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” કહેવામાં આવે છે. ટ્રમ્પની જાહેરાત અનુસાર બુઘવારથી લોકો આ ગોલ્ડ કાર્ડની નાગરિકાતા માટે અરજી કરવાની શરૂ કરી શકે છે.
ગોલ્ડ કાર્ડ વિઝા કાર્યક્રમ
ટ્રમ્પનું માનવું છે કે આ ગોલ્ડ કાર્ડ વિઝા કાર્યક્રમના કારણે અમેરિકાની તિજોરી અબજો રુપિયાથી ભર્યા જશે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “ટ્રુથ” પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, “અમેરિકન સરકારનું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી શરૂ થાય છે! લાયક અને ચકાસાયેલ વ્યક્તિઓ માટે નાગરિકતાનો સીધો માર્ગ. ખૂબ જ ઉત્સાહજનક! લાઇવ સાઇટ 30 મિનિટમાં ખુલશે!” વધુમાં તમણે કહ્યું કે, “આજે મારા માટે અને અમેરિકા માટે ખૂબ જ ઉત્સાહનો ક્ષણ છે. અમે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ કર્યું છે. તેમાંથી મળનારી રકમ સરકારને જશે, જેનાથી તિજોરીમાં વધારો થશે.” ટ્રમ્પે કહ્યું કે તે ગ્રીન કાર્ડ જેવું જ છે.
ભારતીયો પર પડશે અસર
ટ્રમ્પે જણાવ્યું હતું કે કોઈપણ કંપની કોઈપણ કોલેજની મુલાકાત લઈ શકશે, કાર્ડ ખરીદી શકશે અને તે વ્યક્તિને યુનાઇટેડ સ્ટેટ્સમાં નોકરી પર રાખી શકશે. આ હંમેશા પ્રતિભાશાળી લોકોને દેશમાં આકર્ષવામાં મદદ કરશે. જોકે, ટ્રમ્પે આ માટે ભારે ફી નક્કી કરી છે, જેની સીધી અસર ભારતીયો પર પડશે તે નિશ્ચિત છે. નવા ટ્રમ્પ ગોલ્ડ કાર્ડમાં કેટલીક આવશ્યકતાઓ છે જેના કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવાનું અને રહેવાનું સ્વપ્ન થોડું મોંઘું થયું છે.
9 કરોડમાં પડશે ગોલ્ડ કાર્ડ
નવા નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિગત અરજદારે US ટ્રેઝરીને દસ લાખ રૂપિયા ($1 મિલિયન) ચૂકવવા પડશે. તે જ સમયે, કંપની દ્વારા પ્રાયોજિત અરજદારે $2 મિલિયન ચૂકવવા પડશે. $15,000 ની નોન-રિફંડેબલ પ્રોસેસિંગ ફી પણ હશે. અરજદારોએ મોટી રકમ ચૂકવવી પડશે. જો તમે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તે ખૂબ મોંઘુ સાબિત થઈ શકે છે. તમારે મોટી રકમ ચૂકવવી પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ભારતીય આ કાર્ડ ઇચ્છે છે, તો તેણે $1 મિલિયન ચૂકવવા પડશે. ભારતીય રૂપિયામાં, આ મૂલ્ય આશરે ₹9 કરોડ (આશરે ₹9 કરોડ) છે.
ભારતીયો માટે અમેરિકન નાગરિકતા મોંઘી બનશે
જોકે, શ્રીમંત વ્યક્તિઓ 5 મિલિયન ડોલર (રૂ. 44 કરોડ) ચૂકવીને ગોલ્ડ કાર્ડ મેળવી શકે છે. ટ્રમ્પના નવા વિઝા કાર્યક્રમ દ્વારા US નાગરિકતા મેળવવી સામાન્ય ભારતીયો માટે ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. ટ્રમ્પનો નવો કાર્યક્રમ US નાગરિકતા મેળવવા માંગતા લોકો માટે મુશ્કેલીઓ વધારશે. એ નોંધવું યોગ્ય છે કે EB-5 વિઝા લોકોને લોન લેવાની અથવા તેમના ભંડોળને સંયુક્ત રોકાણમાં રોકાણ કરવાની મંજૂરી આપતો હતો, જ્યારે ગોલ્ડ કાર્ડ વિઝા માટે સંપૂર્ણ રોકડ ચુકવણી જરૂરી છે. આ મોટાભાગના ભારતીયો માટે તે વધુ મુશ્કેલ બનાવશે. સાથે H-1B વર્ક વિઝા ભારતીયો માટે સૌથી પસંદગીનો વિકલ્પ છે. આ વિઝા પર USમાં કામ કરતા ભારતીયો પણ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરી શકે છે. જોકે, શરત એ છે કે તેમણે ઓછામાં ઓછી પાંચ મિલિયન ડોલરની ડિપોઝિટ જમા કરાવવી પડશે.
આ પણ વાંચો : Pakistan પર ફરી એક વખત Trump મહેરબાન, F-16 ફાઇટર જેટ સિક્રેટ વેચવા થયા તૈયાર


