અમેરિકાના રાષ્ટ્રપતિ ફરી એક વખત પાકિસ્તાન પર મહેરબાન થયા છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદને પોસી રહ્યુ છે. પરંતુ તેમ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકના આર્મી ચીફ આસિમ મુનીર પર દિલ હારી બેઠા છે. ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાના F-16 ફાઇટર જેટ સિક્રેટ પાકિસ્તાનને વેચવા તૈયાર થઇ ગયા છે.
ટ્રમ્પ પાકિસ્તાન પર થયા મહેરબાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ દિલ ફરી એક વખત પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર પર આવી ગયુ છે. તેઓ હવે પાકિસ્તાનને F-16 ફાઇટર જેટ સિક્રેટ પાકિસ્તાનને વેચવા તૈયાર થઇ ગયા છે. અમેરિકી સુરક્ષા એજન્સીએ 8 ડિસેમ્બરે અમેરિકી કોંગ્રેસને એક લેટર મોકલ્યો હતો. આ મુજબ, અમેરિકાએ પાકિસ્તાનના F-16 ફાઇટર જેટ માટે અદ્યતન ટેકનોલોજી અને સમર્થનના વેચાણને મંજૂરી આપી છે. બદલામાં અમેરિકાને પાકિસ્તાન તરફથી $686 મિલિયન મળશે. આ રકમ ભારતીય ચલણમાં રૂ. 60 અબજથી વધુ જેટલી છે.
F-16 ફાઇટર જેટ સિક્રેટ પાકિસ્તાનને વેચવા તૈયાર
રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનને અમેરિકા તરફથી મળી રહેલા આ પેકેજમાં લિંક-16 સિસ્ટમ, ક્રિપ્ટોગ્રાફિક સાધનો, એવિઓનિક્સ અપડેટ્સ, તાલીમ અને લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.કોંગ્રેસને મોકલવામાં આવેલા આ પત્રમાં એ પણ સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે કે અમેરિકા આવું કેમ કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે પાકિસ્તાનને તેના આતંકવાદ વિરોધી પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આમ કરી રહ્યું છે અને ભવિષ્યના લશ્કરી કાર્યવાહીની તૈયારીમાં પાકિસ્તાનને અમેરિકા અને તેના ભાગીદાર દળો સાથે સંકલનમાં કામ કરવા સક્ષમ બનાવીને, અમેરિકા તેની પોતાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોને મજબૂત બનાવી રહ્યું છે.
લેટરમાં કરાયો આ ઉલ્લેખ
આ વેચાણનો હેતુ પાકિસ્તાનના F-16 કાફલાને આધુનિક બનાવવા અને તેની કામગીરી સંબંધિત સુરક્ષા ચિંતાઓને દૂર કરવાનો પણ છે.લેટરમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા તેના બ્લોક-52 અને મિડ-લાઇફ અપગ્રેડ F-16 ફ્લીટને અપડેટ અને નવીકરણ કરીને વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની પાકિસ્તાનની ક્ષમતા જાળવી રાખશે.


