શિયાળાના દિવસોમાં લોકો વિવિધ રીતે તુલસીના પાન ખાય છે. દરેક ભારતીય ઘરોમાં તુલસીનો છોડ હોય છે. સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત મનાતા આ છોડનું પૂજન કરવામાં આવે છે. જયારે તુલસીના પાન અનેક બીમારીઓનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. ઔષધીય ગુણધર્મોથી ભરપૂર તુલસીનો છોડ શિયાળામાં ખૂબ ફાયદાકારક રહે છે. એટલે આ તુલસીના છોડની ઠંડીના દિવસોમાં કાળજી રાખવી જરૂરી છે.
તુલસીના પાનના ગજબના ફાયદા
તુલસીના પાનનો ઉકાળો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજૂબત બનાવે છે. શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તુલસી ફાયટોકેમિકલ્સ મજબૂત એન્ટીઓક્સીડેન્ટ ગુણો ધરાવે છે. તે ફક્ત શરદી જ નહીં માનસિક તણાવ, પેટ સંબંધિત ફરિયાદ, સ્કિન, લિવર,મોં અને ફેફસાના કેન્સર જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. શરીરનું મેટાબોલિઝમ સુધારવામાં પણ તુલસીનું પાણી ગજબનું ફાયદાકરક છે. આ પાણી ખાલી પેટે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. અનેક રીતે ફાયદાકારક તુલસીનો છોડ કયારેક શિયાળા અથવા અન્ય કારણોસર ઘણીવાર સુકાઈ જાય છે.
તુલસીના છોડની રાખો કાળજી
તમારા ઘરે જો તુલસીનો છોડ હોય તો તમે તેની આ રીતે કાળજી રાખી શકો છો. તુલસીના છોડને યોગ્ય પોષણ અને ખાતર આપવું જરૂરી છે. આ માટે શ્રેષ્ઠ ખાતર બનાવવા અડધા લિટર પાણીમાં કોફી પાવડર અને અડધી ચમચી એપ્સમ મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ એક ઉત્તમ પ્રવાહી ખાતર તૈયાર થશે. ત્યારબાદ તુલસીના કુંડામાં માટીને હળવેથી ભેળવો. હવે, આ તૈયાર કરેલું ખાતર છોડને લગાવો. આ ખાતર છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. એપ્સમ સોલ્ટમાં મેગ્નેશિયમ હોય છે , જે પાંદડાને લીલા રાખવામાં મદદ કરે છે. તમે દર બે મહિને એકવાર આ ખાતર લગાવી શકો છો. જો ઈચ્છો તો, તમે પ્રવાહી વર્મીકમ્પોસ્ટ ખાતર પણ ઉમેરી શકો છો. તુલસીના છોડને ગાઢ અને મજબૂત બનાવવા માટે નિયમિત સંભાળ રાખવી જરૂરી છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


