- દિવસેને દિવસે ભીષણ બની રહ્યું છે ઇઝરાયલ હમાસ યુદ્ધ
- હમાસ સામે યુદ્ધમાં ઇઝરાયલે શરૂ કર્યું ગ્રાઉન્ડ એક્શન
- ખિરબેટ અહઝાના દક્ષિણ ગાઝા માંથી મળી આવી ટનલ
ઈઝરાયેલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈઝરાયેલની સેના ગાઝામાં હમાસની જાસૂસી ટનલોને સતત શોધખોળ કરી રહી છે. આ જ ક્રમમા ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)ને એક મોટી સફળતા મળી છે. IDFને ગાઝામાં બુધવારે 3 જાન્યુઆરીના રોજ એક સ્કૂલની અંદરથી એક સાંકડો રસ્તો મળ્યો છે જેને શાફ્ટ કહેવાય છે. આ શાફ્ટ અથવા ટનલને ઇઝરાયલી સેનાની 5મી બ્રિગેડની કોમ્બેટ ટીમ દ્વારા શોધી કાઢવામાં આવી છે. આ ટનલ ખિરબેટ અહઝાના દક્ષિણ ગાઝા વિસ્તાર માંથી મળી આવી છે. ઇઝરાયલી સેનાને ટનલમાંથી બાળકો માટે તૈયાર કરવામાં આવેલ હથિયારો અને તસવીરો પણ મળી આવી છે.
IDFએ ટનલની એક તસવીર પણ શેર કરી છે. જેમાં સ્કૂલની અંદર જુદા જુદા પ્રકારના મોર્ટાર ગ્રેનેડ અને ગોળીઓ જોવા મળી રહી છે. IDFએ ખિરબેટ અહઝામાં સૈન્ય અભિયાન દરમિયાન હમાસની સર્વેલન્સ પોસ્ટ અને તેમના ઠેકાણાઓ પર પણ દરોડા પાડયા જ્યાં આતંકવાદી ટીમે એન્ટિ રોકેટથી એટેક કર્યો હતો.
ગાઝામાં ગ્રાઉન્ડ એક્શનની શરૂઆત ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) હમાસ વિરુદ્ધ યુદ્ધના બીજા તબક્કામાં છે. IDF ગાઝામાં ગ્રાઉન્ડ એક્શનની શરૂઆત બાદથી સતત હમાસના ખુફિયા ઠેકાણાઓને શોધી શોધીને ખતમ કરી રહ્યું છે.
ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે દર વખતે તેઓ ગાઝા દ્વારા બનાવેલી સુરંગો શોધી કાઢે છે અને તેઓ ફરીથી બીજી કોઈ જગ્યાએ ટનલ બનાવી નાખે છે. તાજેતરમાં જ ઈઝરાયેલી સેનાએ હમાસની અત્યાર સુધીની સૌથી મોટી ટનલ શોધી કાઢી હતી, જેની ઊંડાઈ 350 કિમી હતી. જોકે ટનલ સંપૂર્ણ રીતે તૈયાર ન હતી, પરંતુ તેમાં ઈલેક્ટ્રીકલ વાયર અને ઘણી પાઈપો મળી આવી હતી.


