- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- એન્ટોની બ્લિંકને તુર્કીના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત
- ટેલિફોનિક વાતચીટમાં યુદ્ધવિરામને લઇ થઇ ચર્ચા
તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાને USના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને એક કોલમાં વોશિંગ્ટનને ગાઝા અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના હુમલાઓને રોકવા માટે ઇઝરાયેલ પર પ્રભાવ જમાવા માટે જણાવ્યું હતું.
ફિદાને બ્લિંકનને જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલાઓને કારણે ગાઝા અને પશ્ચિમ કાંઠાની સ્થિતિ બગડી રહી છે, એક વખત સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ થઈ જાય પછી ઇઝરાયેલને બે-રાજ્ય ઉકેલની ચર્ચા કરવા માટે વાટાઘાટના ટેબલ પર બેસવું જોઈએ
NATO સભ્યપદ માટેના દાવા પર ચર્ચા
સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ બંને દેશોએ NATOના સભ્યપદ માટે સ્વીડનની બિડ પર પણ ચર્ચા કરી હતી, જેને તુર્કીની સંસદ દ્વારા હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી અને અંકારા દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી F-16 ફાઇટર જેટ ખરીદવાની વિનંતી કરવામાં આવી હતી. બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલમાં જાહેર દબાણ વધી રહ્યું હતું અને શુક્રવારે ગાઝામાં ઇઝરાયલી સૈનિકોના ગોળીબારમાં ત્રણ બંધકોના મોત બાદ બંધકોની મુક્તિ માટે સરકાર પર પ્રયાસો કરવાનું દબાણ વધી ગયું હતું.
નવેમ્બરના યુદ્ધવિરામ પહેલા શું થઇ ચર્ચા
આ પછી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના ડાયરેક્ટર ડેવિડ બાર્નિયાએ કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે મુલાકાત કરી. આ વખતે ઈઝરાયેલની પહેલ પર વાતચીત થઈ રહી છે, જ્યારે નવેમ્બરના યુદ્ધવિરામ પહેલા હમાસ અને કતાર અને ઈજીપ્ત દ્વારા મધ્યસ્થી તરીકે પહેલ કરવામાં આવી હતી. વાટાઘાટોના નવીનતમ રાઉન્ડની શરૂઆત પછી, હમાસે કહ્યું, અમારી પહેલી શરત એ છે કે ગાઝામાં નાગરિકો પર ઈઝરાયેલના હુમલાઓ બંધ કરો.
હમાસની કસ્ટડીમાં કેટલા ઇઝરાયેલી બંધકો છે?
ઉલ્લેખનીય છે કે હમાસની કસ્ટડીમાં હજુ પણ 130 જેટલા ઈઝરાયેલના બંધકો છે. બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ માટેની વાટાઘાટો વચ્ચે ગાઝામાં ઇઝરાયેલી દળો અને હમાસ વચ્ચે લડાઈ ચાલુ છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 19,000 થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે, જ્યારે 121 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. 7 ઓક્ટોબરથી ચાલી રહેલી લડાઈમાં ગાઝા પટ્ટીમાં 23 લાખની વસ્તી ધરાવતા 85 ટકા લોકો બેઘર થઈ ગયા છે. લગભગ 20 લાખ લોકો તેમના જીવન બચાવવા માટે તેમના ઘરો નાશ પામ્યા પછી અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહેવા માટે મજબૂર છે. ગાઝામાં ઠંડી શરૂ થઈ ગઈ છે અને લાખો લોકો ખોરાક અને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


