ભારતમાં મોટાભાગના ઘરોમાં રાત્રિના સમયે એક ખાસ ડ્રિંક લોકો પીવે છે. આ ડ્રિંકસ પીવાનું આજકાલમાં શરૂઆત થઈ નથી. પરંતુ દાદી-નાનીના સમયથી આ ડ્રિંકસ પીવાનું ચલણ ચાલ્યું આવે છે. કેમ રાત્રે જ આ ડ્રિંકસ પીવું જરૂરી છે તેને લઈને બાળકો પણ શરૂઆતમાં પ્રશ્નો કરતા હોય છે. આ ડ્રિંકસ છે ‘ગોલ્ડન યલો મિલ્ક’ એટલે કે હળદરવાળું દૂધ. દૂધ પીવાનું શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે બધા જાણે છે. પરંતુ રાત્રે જ કેમ 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવું તે હજુ પણ કેટલાક લોકોને ખબર નથી.
જાણો રાત્રે હળદરવાળું દૂધ પીવાના ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધશે : દરરોજ રાત્રિના સમયે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. હળદરમાં રહેલ કર્ક્યુમિન નામનું તત્વ શરીરમાં બળતરા ઘટાડે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે. રાત્રિના સમયે આ દૂધ પીવાથી સમગ્ર શરીરમાં તેના પોષકતત્વો જશે અને લોહીને પણ શુદ્ધ કરશે. જેના કારણે ખીલ અને ખંજવાળ જેવી ત્વચા સંબંધિત સમસ્યામાં પણ રાહત મળશે.
અનિદ્રાની સમસ્યામાં રાહત : ઘણા લોકોને વધુ પડતું કામ કરવાના કારણે અથવા તણાવના કારણે ઉંઘ આવતી નથી. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી મગજ શાંત થશે અને ગાઢ ઉંઘ આવશે. હળદરમાં હાજર ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડના કારણે તેના સેવનથી અનિદ્રાની સમસ્યા દૂર થશે.
ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ : હળદરવાળું દૂધ મગજ માટે પણ ફાયદાકારક છે. બાળકોને રોજ રાત્રે 1 ગ્લાસ દૂધ આપવામાં આવે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે. હળદરનું સેવન કરવાથી શરીરમાં બળતરા ઘટે છે. તેના કારમે સંધિવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
રાત્રે હળદરવાળું દૂધ પીવાથી વધુ લાભ
શરીરમાં કોઈકારણસર નબળાઈ અને તણાવ અનુભવતા હોવ ત્યારે રાત્રે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવો. થોડા જ સમયમાં આરામનો અનુભવ કરશો શરીરમાં ફરક દેખાશે. આ ગોલ્ડન મિલ્કની દરેક ઘૂંટ તમારા શરીરને હળવાશથી આરામ આપશે અને ઊંઘ આવવામાં સરળતા રહે છે. હળદરવાળું દૂધ સવારે પણ પી શકો છો અને રાત્રે પણ પી શકો છો. હેલ્થ એક્સપર્ટ કહે છે કે તમે તમારા શરીરની જરૂરિયાત મુજબ હળદરવાળું દૂધ સવારે કે રાત્રે પી શકો છો. સામાન્ય રીતે રાત્રે આ દૂધ પીવામાં આવે તો વધુ સ્વાસ્થ્ય લાભ થાય છે.


