- હિસાબી અધિકારી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે
- હિસાબી અધિકારી માટે 1થી 4 નવેમ્બર યોજાશે પરીક્ષા
- 9 નવેમ્બરે અધિક્ષક અભિલેખાગારની પરીક્ષા લેવાશે
GPSC એ આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં સાયન્ટીફિક ઓફિસર અને ફિઝિસ્ટની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. GPSC ની આ પરીક્ષાઓ આગામી 9, 26 નવેમ્બરે યોજાનાર હતી પરંતુ GPSC એ વહીવટી કારણોસર મોકૂફ રાખી છે. જેની નવી તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
બે પરીક્ષાઓ માટેની તારીખ જાહેર
આ અગાઉ મોકૂફ થયેલી પરીક્ષાની સુચિત તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં હિસાબી અધિકારી માટે 1થી 4 નવેમ્બર માં પરીક્ષા યોજાશે. નોંધનીય છેકે હિસાબી અધિકારી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. જ્યારે 9 નવેમ્બરે અધિક્ષક અભિલેખાગારની પરીક્ષા લેવાશે. તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય બાબત છે કે, GPSCએ બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ કરી છે. જેમાં સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરના હતી અને ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બરે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી તેવી માહિતી આપવામાં આવી છે.
આ અગાઉ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની ૫૫૨ જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા રવિવાર તા.8 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 109307 ઉમેદવારો આપવાના હતા, પરંતુ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી. આ પરીક્ષા માટે 365 કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા અને તેના 3,644 બ્લોક રાખવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64038 ગેરહાજર હતા