- યુવતીની છેડતી અને બાઇક ટકરાવાની જૂની અદાવતે બે પક્ષે મારામારી
- બન્ને પક્ષે સામ સામે મારામારી બે લોકોને ઇજાઓ પહોંચી હતી
- છરી વડે હુમલો કરતા ચારેય વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી
જોટાણા તાલુકાના સાંથલ ગામે આવેલ થાણાવાળા વાસમાં રહેતા વિષ્ણુજી જીવણજી ઠાકોર અને ઠાકોર વાસમાં રહેતા જય પ્રકાશજી ઠાકોર વચ્ચે યુવતીની છેડતી અને અગાઉ બાઇક ટકરાવવાની જૂની અદાવતમાં તકરાર સર્જાઈ હતી. જેમાં બન્ને પક્ષે સામ સામે મારામારી બે લોકોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે કુલ 6 શકસો સામે સાંથલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. બનેં પક્ષે નોંધાયેલ ફરીયાદ મુજબ જય પ્રકાશને બે દિવસ અગાઉ અથડાવેલ બાઇકની અદાવત રાખી તેમના ગામના રોહિત નાગજી ઠાકોર, સુમિત જ્યંતીજી ઠાકોર, પાર્થ જ્યંતીજી ઠાકોર અને વિનુજી જીવણજી ઠાકોર એ ભેગા મળી તેની સાથે તકરાર કરી ધોકા અને છરી વડે હુમલો કરતા ચારેય વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે વિષ્ણુજી જીવણજી ઠાકોરે પોતાના ભાઈ વિનુજીની દીકરીને તેમના ગામનો જય પ્રકાશજી ઠાકોર હેરાન પરેશાન કરતો હોઈ તેને ઠપકો આપવા ગયા હતા. જ્યાં જય અને તેના પિતા પ્રકાશજીએ હેંગ મળી વિષ્ણુજીને લાકડી મારી હતી. જેને લઈ તમને મારામારી કરતા પિતા પુત્ર બન્ને વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. સાંથલ પોલીસે બન્ને પક્ષે કુલ 6 સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.


