- વન્યજીવ અનુસૂચિ એકમાં દર્શાવેલ પૈકી એક સરીસૃપ આંધળી ચાકરણનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હતું
- બંને ઇસમની ધરપકડ બાદ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરાયા
- છોટાઉદેપુર જિલ્લા વન વિભાગને બાતમી મળી હતી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી વન વિભાગના અનુસૂચિ એકમાં આવતી આંધળી ચાકરણ નામનો સરિસૃપની વેચાણ કરતા બે ઈસમોની ધરપકડ કરી છે. અને તેઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરી છે
છોટાઉદેપુર જિલ્લા વન વિભાગને બાતમી મળી હતી કે, વન્યજીવ અનુસૂચિ એકમાં દર્શાવેલ પૈકી એક સરીસૃપ આંધળી ચાકરણનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા વન વિભાગે બોડેલી ખાતે વોચ ગોઠવી હતી. અને વોચ દરમિયાન કેવડી ખાતેના એક વ્યક્તિ બોડેલી ખાતેના એક વ્યક્તિ પાસે આંધળી ચાકરણ વેચાણ અર્થે લઈને આવ્યા હતા. ત્યારે છોટાઉદેપુર જિલ્લા વન વિભાગે બંને જણાને ઝડપી પાડયા હતા. આ બંને જણાને આજે વાઈલ્ડ લાઈફ્ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ કાર્યવાહી કરી JMFC જજની કોર્ટમાં બોડેલી ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓના રિમાન્ડની માંગણી કરાઇ હતી.
મહત્વની વાતએ છે કે, ગઈકાલે બપોરની ઘટના છે. છતાં વન વિભાગ દ્વારા આ વન્ય જીવોના ગેરકાયદેસર વેચાણને દબાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ 24 કલાક થયા બાદ મોડી સાંજે લગભગ 6:30 વાગે અધૂરી માહિતી જિલ્લા વન અધિકારીએ આપી હતી. જેને લઇને જિલ્લા વન અધિકારી દ્વારા ગુરુવારે મોડી સાંજે બોડેલી ખાતેથી વન્યસૂચી એકમાં આવતી આંધળીચાકરણ સાથે ઝડપાયેલા બે ઇસમ અંગ માહિત પ્રદાન કરી હતી.