- તાઈવાનમાં ગેમી નામના ચક્રવાતે ભીષણ તારાજી સર્જી
- તોફાન ગેમી નબળું પડીને ચીન તરફ ફંટાયું છતાં ભારે વરસાદની આશંકા
- ગેમી ચક્રવાતની અસર હજી પણ તાઈવાનમાં ચાલુ છે
તાઈવાનમાં ચક્રવાત તોફાન ગેમીએ ભીષણ બરબાદી બોલાવી છે. આ ચક્રવાતે અત્યાર સુધી તાઈવાનમાં આઠ લોકોનાં મોત થઈ ચુકયા છે, અને સેંકડો ઘાયલ છે. તાઈવાનની સેંટ્રલ ઈમરન્સી સેન્ટરે આ અંગેની જાણકારી આપી છે. આ સંસ્થાએ આપેલી જાણકારી પ્રમાણે એક વ્યક્તિ આ તોફાનમાં ગુમ હોવાનું સામે આવ્યું છે
આ ઉપરાંત ઈજાગ્રસ્તોની કુલ સંખ્યા 866 છે. હાલ ચક્રવાત તોફાન ગેમી નબળી પડયું છે. અને આ સીધું ચીન પહોંચી ગયું છે. જો કે તોફાનની અસર હજી પણ તાઈવાનમાં ભારે વરસાદની આશંકા છે. મળતી માહિતી અનુસાર, સૌથી વધુ લોકો કોહસિઉંગમાં અસરગ્રસ્ત થયા છે. ત્યારબાદ તાઈવાનમાં 125 તાઈચુંગમાં 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તોફાનને લીધે અનેક ઈમારતો, મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. તાઈવાનમાં અનેક વિસ્તારમાં ભફારે વરસાદની આગાહી છે.
ચક્રવાતી તોફાનના કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે
ચક્રવાત ગેમીના કારણે કોહસેંગ વિસ્તારમાં એક વૃક્ષ તેના પર પડતાં સ્કૂટર પર સવાર 64 વર્ષીય મહિલાનું મોત થયું છે. હુઆલીન શહેરમાં, 44 વર્ષીય વ્યક્તિના ઘરની છત તૂટી પડી હતી, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. કોહસિંગ વિસ્તારમાં ભૂસ્ખલનમાં 78 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. તેવી જ રીતે, ચક્રવાતી વાવાઝોડાને કારણે સર્જાયેલી ઘટનાઓમાં વિવિધ વિસ્તારોમાં કુલ આઠ લોકોનાં મોત થયા છે. પૂરગ્રસ્ત ખેતરોમાંથી બે લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે, જેઓની ઓળખ હજુ થઈ નથી. કુઓ નામનો વ્યક્તિ ગુમ છે અને તેની શોધ ચાલી રહી છે.
ફિલીપાઈન્સમાં પણ તબાહી મચાવી છે
ચક્રવાત તોફાન ગેમીએ એકલા તાઈવાનમાં જ નહિ પરંતુ ફિલીપાઈન્સમાં મોટાપાયે વિનાશ વેર્યો છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગરથી ઉઠેલું તોફાન ફિલીપાઈન્માં 22 લોકોનાં જીવ લીધા છે અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. તોફાનને લીધે એક જંગી ઓઈલ ભરેલું જહાજ લિમય શહેર નજીક ડૂબી ગયું. જો કે જહાજના ક્રૂ સભ્યોને બચાવી લેવાયા હતા.


