- આ રોબોટ ડોગ્સને દૂરથી આદેશ આપી શકાય
- રોબોટ ડોગ્સના કારણે મનુષ્યો પરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય
- રોબોટ ડોગ્સ દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે
થોડા દિવસો પહેલા અહેવાલ મળ્યા હતા કે યુક્રેન સામેની લડાઈમાં રશિયા બિલાડીઓને ફ્રન્ટ લાઈનમાં મોકલી રહ્યું છે. ત્યારે હાલ મળતી માહિતી મુજબ યુક્રેન રશિયાને જવાબ આપવા માટે રોબોટ ડોગ્સને ફ્રન્ટ લાઈન પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, યુક્રેનનું આ પગલું રશિયાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આ રોબોટ ડોગ્સને BAD One તરીકે ઓળખાઈ છે
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ પણ તેના અંતના કોઈ સંકેત નથી. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, યુક્રેન હવે રશિયા વિરુદ્ધ તેમની આક્રમકતા વધુ તીવ્ર કરવા જઈ રહ્યું છે. યુક્રેન ટૂંક સમયમાં રોબોટ ડોગ્સને લડાઈમાં ફ્રન્ટ લાઈન પર મોકલી શકે છે. આ નિર્ણય ઘટી રહેલા માનવબળ વચ્ચે તેની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ રોબોટિક ડોગને ‘BAD One’ તરીકે ઓળખવામાં આવે છે અને આ ડોગને હાઈ રિસ્કવાળા મિશન માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
આ ડોગ્સથી મનુષ્યો પરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય
ઓ રોબોટ ડોગ્સની ક્ષમતાઓનું એક ડોમોન્સ્ટ્રેશન હાલમાં જ કરવામાં આવ્યું હતું. યુક્રેનના એક અજ્ઞાત સ્થળે યોજાયેલા આ પ્રદર્શનમાં આ રોબોટ ડોગ્સે પોતાની ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ડોગ્સને દૂરથી આદેશો આપી શકાય છે. આ આદેશોનો જવાબ આપતા, રોબોટ ડોગ ઉભો થયો, દોડ્યો, કૂદ્યો અને એવા કાર્યો પણ કર્યા જે રશિયા સામેના યુદ્ધમાં ખૂબ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. આ રોબોટ ડોગ્સ બનાવનાર વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ મશીનો યુદ્ધના મેદાનમાં ઘણા ખતરનાક મિશનને પાર પાડી શકે છે, જેના કારણે મનુષ્યો પરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે BAD One
થર્મલ ઇમેજિંગ જેવી ટેક્નોલોજીથી સજ્જ આ રોબોટ ડોગ્સ દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. તેમજ દુશ્મનની નજરમાં આવ્યા વગર જ મહત્વપૂર્ણ માહિતી પણ એકત્રિત કરી શકે છે. અત્યાર સુધી આવા મિશન માટે સર્વેલન્સ સૈનિકોને મોકલવામાં આવે છે જેઓ ઉચ્ચ પ્રશિક્ષિત હોય છે. પરંતુ આવા મિશનમાં ઘણો ખતરો હોય છે. આ રોબોટ ડોગ્સ આવા ઓપરેશનમાં સૈનિકો માટેના જોખમને મર્યાદિત કરી શકે છે અને ઓપરેશનલ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. આ ડોગ્સનું કોર ફન્ક્શન છે. એવું માનવામાં આવે છે કે, યુક્રેન ટૂંક સમયમાં રશિયા સાથેના યુદ્ધમાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે.


