By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    12 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabadમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી થશે પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Ahmedabadમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી થશે પ્રારંભ

Last updated: 2025/02/28 at 9:13 PM
1 year ago
Share
Ahmedabadમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી થશે પ્રારંભ
SHARE

ભારતની ટોચની ટેબલ ટેનિસ લીગ એવી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન યોજાશે. લીગના ઈતિહાસમાં પ્રથમવાર તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. યુટીટી લીગ સતત આગળ વધી રહી છે અને તેમાં ભારતના તથા વિદેશના શ્રેષ્ઠ ખેલાડીઓનું મિશ્રણ 8 ટીમોની અંદર જોઈ શકાય છે, જેમની વચ્ચે ટાઈટલ જીતવા માટે રોમાંચક મુકાબલાઓ જોવા મળશે. જેમાં ગત ચેમ્પિયન ગોવા ચેલેન્જર્સની નજર ઐતિહાસિક ત્રીજા ટાઈટલ પર રહેશે.

અમદાવાદ ભારતની રમતની ઈકો સિસ્ટમમાં ઝડપભેર પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. જ્યાં વિવિધ રમતો માટે વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આવનારા સમયમાં મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજવાની મહત્વકાંક્ષા રહેલી છે. જેમાં, 2030નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક ગેમ્સ સામેલ છે. યુટીટીની છઠ્ઠી સિઝન શહેરમાં યોજાવવા જઈ રહી છે ત્યારે દર્શકો પાસે વૈશ્વિક સ્તરીય અને ઓલિમ્પિકમાં સામેલ રમતના ભારતીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચેનાં રોમાંચક મુકાબલાઓને નજીકથી જોવાની તક મળશે. નીરજ બજાજ અને વીટા દાણી નેજા હેઠળ યોજાતી અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન સાથે યોજાતી યુટીટી લીગ એ 2017થી ભારતીય ટેબલ ટેનિસ જગતમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે, જે હેઠળ ઉભરતા ખેલાડીઓને વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળવાની સાથે રમતના રાષ્ટ્રીય સ્તરમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે. 

યુટીટીના કો-પ્રમોટર્સ નીરજ બજાજ અને વીટા દાણીએ લીગના વિસ્તરણ પર વાત કરતા કહ્યું કે,”અમારા મુખ્ય લક્ષ્યાંકોમાંથી એક લીગને નવા સ્થળો સુધી લઈ જવાનો છે તથા ભારતમાં ટેબલ ટેનિસ માટે વિશાળ દર્શક વર્ગ તૈયાર કરવાનો છે. અમદાવાદ અને ગુજરાત ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટે સ્પોર્ટિંગ હબ તરીકે ઓળખ બનાવી રહ્યાં છે. આ સાથે તેઓ આવનારા સમયમાં ઓલિમ્પિકની યજમાની માટે બીડ કરવાના છે. લીગની છઠ્ઠી સિઝનનું અમદાવાદમાં આયોજન કરી તે લક્ષ્યાંકને મજબૂતી આપી શકીશું. વૈશ્વિક દિગ્ગજોને નવા સ્થળે લોકો નિહાળી શકશે. યુટીટી ભાવિ પેઢીના ખેલાડીઓ અને દર્શકોને પ્રેરિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. અમે ટોચના ટેબલ ટેનિસ ખેલાડીઓને અમદાવાદમાં લાવવા ઉત્સુક છીએ. આ સાથે ભારતના વૈશ્વિક પાવર હાઉસ બનવાની યાત્રામાં યોગદાન આપવા ઉત્સાહિત છીએ.”

વર્ષ 2016માં કબડ્ડી વર્લ્ડ કપ અને 2019માં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ (ફૂટબોલ) નું જ્યાં આયોજન થયું હતું, તેવું એકા અરેના આ લીગની યજમાની કરશે. જે યુટીટીની છઠ્ઠી સિઝન માટે એક શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી, કમલેશ મેહતાએ કહ્યું કે,”અલ્ટિમેટ ટેબલ ટેનિસ એ ભારતમાં ટેબલ ટેનિસની પૃષ્ટભૂમિમાં ધરખમ ફેરફાર લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, આ દરમિયાન લીગ એ આપણાં ખેલાડીઓને વિશ્વના ટોચના ખેલાડીઓ સાથે અને સામે રમવાનું એક પ્લેટફોર્મ પુરું પાડ્યું છે. દરેક સિઝનમાં લીગની રમતના સ્તરમાં વધારો થયો છે. જેના કારણે પાયાના સ્તરે અને ઉચ્ચ કક્ષાએ પણ રમતમાં સુધારો જોવા મળ્યો છે. રમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી રહેલ મોટા રોકાણ તથા મોટી રમત ઈવેન્ટના સફળ ટ્રેક રેકોર્ડને જોતા અમદાવાદ યુટીટીની છઠ્ઠી સિઝન માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારત એક મજબૂત સ્પોર્ટિંગ કલ્ચર તૈયાર કરી રહ્યું છે ત્યારે ટેબલ ટેનિસની ટોચની લીગને નવા શહેરોમાં લઈ જવાથી રમતનો વિકાસ અને પહોંચમાં વધારો થશે.”

ભારતની સૌથી લાંબી ચાલતી ફ્રેન્ચાઈઝ બેઝ્ડ રમત અને છઠ્ઠી સિઝન સુધી પહોંચનાર રમત લીગમાંથી એક એવી યુટીટીમાં આ વખતે 8 ટીમોને 4-4નાં 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. ટીમો લીગ રાઉન્ડમાં 5 મુકાબલાઓ રમશે, જેમાં પોતાના ગ્રૂપની 3 ટીમ સામે રમવા ઉપરાંત અન્ય ગ્રૂપની રેન્ડમલી પસંદ કરવામાં આવેલ કોઈપણ 2 ટીમ સામેના મુકાબલા સામેલ રહેશે. ટોચની 4 ટીમો નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચશે, જ્યાં તેમની વચ્ચે 15 જૂને રમાનાર ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવા માટેના રોમાંચક મુકાબલા જોવા મળશે. દરેક ટીમ પાસે 2 વિદેશી સ્ટાર સહિત 6 ખેલાડીઓ રહેશે. ટીમ દરેક ટાઈમાં 5 મેચ રમશે- જેમાં 2 મહિલા સિંગલ્સ, 2 પુરુષ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સામેલ રહેશે. ગોવા ચેલેન્જર્સે ગત સિઝનમાં દબંગ દિલ્હી ટીટીસીને હરાવી સફળતાપૂર્વક પોતાનું ટાઈટલ બચાવ્યું હતું અને તે લીગના ઈતિહાસમાં 2 ટાઈટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
રાજકોટ

જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન

Editor By Editor 13 hours ago
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?