- ગાજામાં ભારતીય સેનાના પૂર્વ અધિકારીની હત્યા
- કર્નલ અનિલ કાલેની કાર પર થયો હુમલો
- UNએ વ્યક્ત કર્યુ દુઃખ, ઇઝરાયલ પર લગાવ્યો આરોપ
સંયુક્ત રાષ્ટ્રએ ગાજામાં ભારતીય સેનાના એક પૂર્વ અધિકારીની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યુ છે અને ભારતની માફી માંગી છે. મહત્વનું છે કે ભારતીય સેનાના પૂર્વ અધિકારી યુદ્ધગ્રસ્ત ગાઝાના રાફામાં સોમવારે સવારે એક ગાડીમાં સફર કરી રહ્યા હતા. ત્યારે તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો જેમાં પૂર્વ સૈન્ય અધિકારીનું મોત નીપજ્યું હતું.
2022માં સેનામાંથી લીધી હતી નિવૃત્તિ
રાફામાં માર્યા ગયેલા કર્નલ વૈભવ અનિલ કાલેએ વર્ષ 2022માં સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને હાલ તેઓ સંયુક્ત રાષ્ટ્રના ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યોરિટીની સાથે સુરક્ષા સમન્વય અધિકારીના રૂપમાં કરી રહ્યા હતા.


