- પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું 2 બોટનું અપહરણ
- IMBL નજીકથી પોરબંદરની ફિશિંગ બોટનું કર્યું અપહરણ
- બોટ કોની અને કેટલા માછીમારો હતા તે અંગે તપાસ
ગુજરાતના દરિયાકિનારે પાકિસ્તાનની અવળચંડાઈ ફરી એકવાર સામે આવી છે. જેમાં પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારોની 2 જેટલી બોટનું અપહરણ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. જેના અંગે હાલમાં તપાસ થઈ રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વાર ગુજરાત બોર્ડરથી આવતા માછીમારોને હેરાન કરવામાં આવતા હોય છે. આ વચ્ચે ફરી એકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતની બે બોટનું અપહરણ કર્યું છે. જેમાં બંને બોટ IMBL એટલેકે આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક જ હતી અને ત્યાં ફિશિંગ માટે પહોંચી હતી.
ક્યા બની ઘટના
આ દરમિયાન પાકિસ્તાન તરફથી મરીન સિક્યુરિટીએ પોરબંદરથી ઉપડેલી બે ફિશિંગ બોટનું અપહરણ કર્યું છે. હાલમાં સુરક્ષા તપાસ એજન્સી દ્વારા બોટ અંગેની તેમજ બોટના માલિક અંગેની જેની સાથે કેટલા લોકો બોટમાં સવારછે તેની માહિતી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરીટી અવારનવાર ભારતીય માછીમારોને બંધક બનાવી પાકિસ્તાની જેલમાં ધકેલી મુકે છે જ્યાં 4-4 વર્ષ્ વિતી જાય છતાં તેને છોડાવામા આવતા નથી. ખાસ કરીને પાકિસ્તાન દ્વારા પકડાયેલી બોટ તો પરત આપવામા આવતી નથી. જેના લીધે બોટ માલિકોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે વધુ ભારતીય બોટોના અપહરણના સમાચાર વહેતા થયા છે જેથી માછીમાર પરિવાર ચિંતામા મુકાયો છે.
દ્વારકામાં પણ અગાઉ બની ઘટના
અગાઉ ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાન મરીને દ્વારકાની એલકરીન નામક બોટોનુ માછીમારો સાથે અપહરણ કરવામાં આવ્યુ હોવાના 30 ડીસેમ્બર 2023ના રોજ સમાચાર સામે આવ્યા હતા. બેટ દ્વારકાની બોટ ઓખાથી માછીમાર કરવા નીકળી હતી. પાકિસ્તાન મરીનની ના પાક હરકતે ભારતીય બોટ અને માછીમારોના અપહરણ થયા હતા.


