- રૂ.69 કરોડના લોકાર્પણ, 71 કરોડના ખાતમુહૂર્ત
- અમિત શાહના હસ્તે મીની ITI, ફાયર સ્ટેશનનું લોકાર્પણ
- આ કંપની 3500 કરોડનાં ખર્ચે તૈયાર થશે
દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે ત્યારે તેમણે વિવિધ સ્થાનો પર વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. જેમાં સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ રૂ. 69 કરોડના વિવિધ કાર્યોના લોકાર્પણ કર્યા જ્યારે રૂ. 71 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કર્યા છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગ્રીન હાઈડ્રોજનની મશીનરી બનાવતી કંપનીના પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે. જેમાં ગ્રીનઝો એનર્જી કંપની ત્રણ વર્ષમાં 3500 કરોડનું મૂડીરોકાણ કરશે. જેના પરિણામે ગુજરાતમાં વિવિધ વિભાગોમાં નોકરી ઘણી તકો ઉભી થશે.
250 મેગાવોટ આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરનાર આ પ્લાન્ટ આગામી પાંચ વર્ષમાં ઉત્પાદન ક્ષમતા એક હજાર મેગાવોટ કરવાનો ધ્યેય છે. જેના માટે સાણંદ GIDCમાં 13777 ચો.મી જમીનની ફાળવણી કરાઈ છે. પ્લાન્ટ તૈયાર થયા બાદ 500 સ્થાનિકોને રોજગારી મળશે.
નોંધનીય છેકે, આ અત્યાર સુધીનો દેશનો પ્રથમ મોટા આલ્કલાઈન ઈલેક્ટ્રોલાઈઝર મશીનનો પ્લાન્ટ છે. જેના ત્રણ વર્ષમાં હાઈડ્રોજન મશીનરીનું ઉત્પાદન શરૂ થઈ જશે. જેનાથી 7 માસમાં હાઇડ્રોજન ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્ય છે.
મહત્વનું છે કે આ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બીજી ગુજરાત મુલાકાત છે. પ્રથમ નોરતા પહેલા 13 ઓક્ટોબરે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ નિહાળી હતી અને તેના પછીના દિવસે પ્રથમ નોરતે પોતાના વતન માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે આરતી કરી હતી. આ ઉપરાંત સમૌ ગામે એક લાઈબ્રેરી અને શહીદ સ્મારકનું ઉદ્ધાટન પણ કર્યું હતું.