કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મહેસાણાની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમની મુલાકાતને પગલે મહેસાણાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો હતો. મંત્રીશ્રી સર્કિટ હાઉસ ખાતે પહોંચતા તેમનું સ્વાગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મનસુખ માંડવીયાએ જિલ્લાના વહીવટી અધિકારીઓ અને પક્ષના આગેવાનો સાથે બેઠક યોજી હતી.
વિકાસ કાર્યો અંગે મંત્રીએ મેળવી માહિતી
આ બેઠકમાં તેમણે મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને તેની સમીક્ષા કરી હતી. મંત્રીએ પ્રોજેક્ટ્સની ઝડપ અને ગુણવત્તા જાળવવા માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા અને મુલાકાત પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રીએ સર્કિટ હાઉસ ખાતે જ ભોજન લીધું હતું.


