રાજુલાના ઠેકેદારે ૧૨૮ વખત રાજુલાથી સોમનાથની પદયાત્રા કરી વિશ્વ રેકોર્ડ નોંધાવશે
૧3પ કિ.મી.ની પદયાત્રા અનેક સંઘર્ષો વચ્ચે પણ અનેક વખત પૂરી કરી છે
આજે શિવરાત્રીના પવિત્ર દિવસે એક એવા શિવભકતની વાત કરવી છે કે જેની અડગ શ્રધ્ધા અનેક માટે પ્રેરક બનશે. રાજુલાના દીપક ઠેકેદાર નામના શિવભકત વર્ષોથી રાજુલાથી સોમનાથ મહાદેવ મંદિરે પદયાત્રા કરીને દર્શન કરવા જાય છે. અત્યાર સુધીમાં ૧૨૭ વખત તેમણે રાજુલાથી સોમનાથની પદયાત્રા કરી છે. આજે ૧૨૮મી વખત પદયાત્રા પૂર્ણ કરશે જેની નોંધ વિશ્વ રેકોર્ડમાં પણ લેવાશે. આ શિવભકત પદયાત્રાના રૂટમાં વેપાર, ધંધાર્થીઓ, લારીવાળા અને ગ્રામજનોમાં એટલા લોકપ્રિય થઇ ગયા છે કે રસ્તામાં તેમની સેવા કરવા માટે વેપારીઓ પૈસા નથી લેતા. લોકો તેમને પગ જારી દે છે અને તેમની આગતા સ્વાગતા કરે છે. ખુદ સોમનાથ ટ્રસ્ટે પણ દીપક ઠેકેદારનું અનન્ય શિવભકત તરીકે સન્માન કર્યુ છે.
રાજુલા શહેરના શિવભક્ત એવા દીપક ઠેકેદાર જેઓ રાજુલા થી સોમનાથ સુધી ૧૩૫ કિલોમીટરની પદયાત્રા કરવામા આવી હતી. ૧૨૭ મી વખત પદયાત્રા કરી સોમનાથ દાદા દર્શન કરી આશીર્વાદ લીધા છે. દિપકભાઇ ઠેકેદાર પદયાત્રા દરમિયાન કુલ ૧૭૦૦૦ કી.મી.ના સ્થાને પહોંચ્યા છે. વિવિધ સંસ્થાઓ, રાજકીય-સામાજીક આગેવાનો તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે મહા શિવરાત્રીના નિમિતે દિપકભાઇ ઠેકેદાર રાજુલા થી સોમનાથ ૧૩૫ કી.મી પદયાત્રીએ જઇ રહ્યા છે.
આ ૧૨૮ મી પદયાત્રા પૂર્ણ કરીને સોમનાથ દાદાના દર્શન કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાને પહોંચી રહ્યાં છે. દિપકભાઇ ઠેકેદારે જણાવ્યુ હતુ કે, હું સોમનાથ દાદાનો ભક્ત છું. સૌપ્રથમવાર મે વર્ષ ૨૦૦૨ દરમિયાન સોમનાથ સુધી પદયાત્રાની શરૂઆત કરી હતી. અને મને ખબર નહોતી કે હું આટલી પદયાત્રા કરીશ પરંતુ સોમનાથ દાદાના આશીર્વાદ થી હું પદયાત્રા તંદુરસ્ત સાથે ભક્તિના ભાગરૂપે પદયાત્રા કરી રહ્યો છું. રાજુલા થી સોમનાથ પદયાત્રીએ જઈ રહ્યા હોય તે દરમ્યાન રસ્તામાં ધર્મપ્રેમી ભાઈઓ તેમજ હોટલ ધારકો ચા-પાણી નાસ્તો તથા જમવાની અને રહેવાની નિશુલ્ક વ્યવસ્થા કરી આપવામા આવે છે. ખૂબજ મને લોકો સહયોગ આપી રહ્યાં છે જેથી હું તમામ લોકોનો આભાર માનું છું. આજે મહા શિવરાત્રી નિમિતે દિપક રાજુલાથી સોમનાથ ૧૩૫ કિલોમીટરનાં અંતરે પદયાત્રાએ કરીને વર્લ્ડ રેકોર્ડના સ્થાન પર પહોંચવાના છે.


