- સાયક્લોનિક સર્ક્યુલેશન,શિયરઝોન સક્રિય થયુ
- ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
- અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન,શિયરઝોન સક્રિય થયુ છે. તેથી ઑફશૉર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદ રહેશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે કચ્છ, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.
અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ
મોરબી, જામનગર, જુનાગઢ તથા ગીર સોમનાથ, નવસારી અને વલસાડ, દમણ, પાટણ તેમજ દાદરા નગર હવેલી તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી સાથે રાજકોટ, બોટાદ, મહેસાણામાં વરસાદની આગાહી છે. ખેડા, સુરત, ભરૂચ, તાપી અને ડાંગ, દાહોદ સહિતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ સાથે કચ્છ, દ્વારકા પોરબંદર, અમદાવાદ સહીત અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. તેમજ મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સાબારકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે.
લગભગ એક લાખ લોકો વરસાદથી અસરગ્રસ્ત થયા છે
અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મહેસાણા, ખેડા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, દાહોદ સહિતના વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. વરસાદ જ્યાં આવે છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાય જાય છે અને જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો વરસાદથી અસરગ્રસ્ત થયા છે.


