ઊંઝા નજીક ઉનાવા હાઇવે પર ઐઠોર ચોકડી પાસે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એકટીવા પર સવાર દંપતી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમ્યાન પૂરઝડપે આવી રહેલી પિકઅપ ડાલાએ એક્ટિવા ચાલક દંપતીને ટક્કર મારતાં પતિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે પત્નીને ગંભીર ઈજા થઈ હતી. ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માધુપરામાં રહેતા 70 વર્ષીય પટેલ પરસોતમભાઈ દેવચંદદાસ પોતાની પત્ની સવિતાબેન સાથે પુણમ ભરવા ગયા હતા. બપોરે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઐઠોર ચોકડી નજીક આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પરસોતમભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની સવિતાબેનને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવની જાણ થતાં ઉનાવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


