- મહેસુલ વિભાગે નોટીફિકેશન બહાર પાડયું
- શહેરના અમુક વિસ્તારમા અશાંતધારો લાગુ થયો
- ઓક્ટોબર 2028 સુધી અશાંતધારો અમલી રહેશે
હાલની સ્થિતિને જોતાં પાલનપુર શહેરમાં અશાંતધારો અમલી બનાવવા માટેનો નિર્ણય રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સરકારના મહેસુલ વિભાગે નોટિફિકેશન બહાર પાડી પાલનપુર શહેરના પૂર્વ અને પશ્ચિમ પોલીસ મથકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. જે 2028 એટલે કે 5 વર્ષ સુધી લાગુ રહેશે.
અશાંતધારા હેઠળ જે વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો હોય ત્યાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે સાથે કોને વેચી રહ્યા છે તેની વિગતો આપવી પડશે ત્યાર બાદ જિલ્લા કલેકટરને યોગ્ય લાગે તો જ સોદો થઇ શકશે. જોકે પાલનપુરમાં અશાંત ધારો લાગુ પડતા શહેરના જોકે આ ધારો ખુબજ જરૂરી હતો તેનાથી તમામ ધર્મના લોકો વચ્ચે શાંતિ જળવાશે.
ઉલ્લેખનીય છે કે, અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતાં હોય તેવાં વિસ્તારોમાં શાંતિ રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારાં લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વમંજૂરી જરુરી છે.
અશાંત ધારો એટલે શું?
હવે તમારા મનમાં એક સવાલ ઉભો થશે કે અશાંત ધારો એટલે શું? તો આજે અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમારે મકાન સહિત કોઈ મિલકત વેચવી હોય તો તેની પર એક ચોક્કસ અંકુશ લાગે છે. તમાર મિલકત વેચવા માટે પણ કલેક્ટરને જાણ કરવી પડે છે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે છે. એટલું જ નહીં, મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે છે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે છે. ત્યારબાદ કલેક્ટરને બધું બરાબર લાગે તો આગળ તમારી મિલકતનો સોદો કરી શકાય છે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય. તેવા અનેક નિયંત્રણો હોય છે.