- 6 વર્ષના બાળકનું મોત ડૉક્ટરની બેદરકારીથી થયાનો આરોપ
- કલાલી વિસ્તારની રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલમાં વિવાદ
- બાળકના પરિજનોના ન્યાયની માગ સાથે હોસ્પિટલમાં ધરણા
વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં બાળકના મોત બાદ હોબાળો થયો છે. જેમાં 6 વર્ષના બાળકનું મોત ડૉક્ટરની બેદરકારીથી થયાનો આરોપ છે. કલાલી વિસ્તારની રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલમાં વિવાદ થયો છે. જેમાં બાળકના પરિજનોના ન્યાયની માગ સાથે હોસ્પિટલમાં ધરણા કર્યા છે.
હોસ્પિટલના ટ્રસ્ટી સમક્ષ પરિજનોની ડૉક્ટર માફી માગે તેવી માગ
હોસ્પિટલના ટ્રસ્ટી સમક્ષ પરિજનોની ડૉક્ટર માફી માગે તેવી માગ છે. જેમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગતરોજ પરિજનોએ હોબાળો કર્યો હતો. કલાલી વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલમાં વિવાદ થયો હતો. જેમાં 6 વર્ષનાં બાળકનું મૃત્યુ થતાં પરિજનોમાં આક્રોશ છે. તેમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. ચાપડ ગામનાં દેવ વસાવા નામનાં બાળકનું મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ દોડી આવેલા ટ્રસ્ટીઓ સમક્ષ પરિજનોએ રજૂઆત કરી
નારાજ પરિજનો હોસ્પિટલ પરિસરમાં ધરણા પર બેઠાં હતા. જેમાં ન્યાયની માંગ સાથે બાળકના પરિવારજનો ધરણાં પર છે. તેમાં પરિજનોએ હોસ્પિટલમાં ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા છે. જેમાં પરિજનો દ્વારા માત્રને માત્ર ડોક્ટર પોતાની ભૂલ સ્વીકારે તેવી માંગ કરી હતી. તથા હોસ્પિટલ દોડી આવેલા ટ્રસ્ટીઓ સમક્ષ પરિજનોએ રજૂઆત કરી છે.


