- લોકસભા ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
- ચૂંટણી વિભાગના ધમધમાટથી ચૂંટણી નજીક આવી રહી હોવાના અણસાર
- લોકસભા બેઠક પર પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં લોકસભા ચૂંટણીના વીવીધ વિભાગના નોડલ અધીકારી સાથે બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં કલેકટરે ચૂંટણીની સંભવીત તારીખ પહેલા તમામ જરૂરી પ્રક્રીયા પુર્ણ કરી લેવા જણાવ્યુ હતુ.
સમગ્ર દેશ સાથે ઝાલાવાડની લોકસભા બેઠક પર પણ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. રાજકીય પક્ષોની તૈયારીઓ સાથે ચૂંટણી વિભાગ પણ લોકશાહીના પર્વ સમાન મતદાનના મહા અવસરની તૈયારીઓમાં લાગી ગયુ છે. ત્યારે જિલ્લા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધીકારી કે.સી.સંપત દ્વારા લોકસભા ચૂંટણી અન્વયે વીવીધ વિભાગોના નોડલ અધીકારી સાથે બેઠક કરી હતી.
જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી અર્જુન ચાવડા, જિલ્લા વિકાસ અધીકારી રાજેશ તન્ના, અધીક કલેકટર આર.કે.ઓઝા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાગ લેનાર તમામ સ્ટાફ માટે તાલીમ, ઈવીએમ અને વીવીપીએટ મેનેજમેન્ટ, સંગ્રહ, પરીવહન, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચાર સંહીતાનો અમલ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડીયા સબંધી વ્યવસ્થાઓ, વોટર હેલ્પલાઈન, કમ્પ્યુટરાઈઝેશન, મતદાર અને મતદાન જાગૃતી કાર્યક્રમો સહીતી ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત ચૂંટણી પંચના નીર્દેશ મુજબ ઈવીએમ મથકો, મતદાન મથકો, દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા, ચૂંટણી સમયે મતદાન, મત ગણતરીમાં જોડાનાર કર્મીઓ માટેની વ્યવસ્થા, જિલ્લામાં આવનાર ચૂંટણી નીરીક્ષકો માટેની વ્યવસ્થા ચૂંટણીની સંભવીત તારીખ પહેલા જ કરી લેવા જણાવ્યુ હતુ.
ચૂંટણી વિભાગમાં બેઠકોના ધમધમાટથી લોકસભા ચૂંટણી નજીક આવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.


