અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના ઘટી છે. પોલીસના જણાવ્યા અનુસાર કાળા કપડામાં એક હુમલાખોર આવ્યો અને અચાનક ધડાધડ ફાયરિંગ કર્યુ જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે અને 8 અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ યુનિવર્સિટીના કેમ્પસમાં અફરા તફરી મચી ગઇ હતી.જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હુમલોખોળની શોધખોળ શરૂ કરવામાં આવ્યુ છે.
સર્ચ ઓપરેશન શરૂ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોર પુરૂષ હતો અને તેણે કાળા કલરના કપડાં પહેર્યા હતા. તેને છેલ્લી વાર બિલ્ડિંગની બહાર નીકળતા જોવા મળ્યો છે. ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમ તરફથી ઓ’હારા ના જણાવ્યા અનુસાર પોલીસ કેમ્પસની દરેક બિલ્ડિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના ત્રણ કલાક બાદ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
રાષ્ટ્રપતિએ પીડિતો માટે કરી પ્રાર્થના
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે આપણે પીડિતો માટે પ્રાર્થના કરવી જોઈએ. આ અત્યંત શરમજનક ઘટના છે. તેમણે કહ્યું કે તેમને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પ્રોવિડન્સના મેયર બ્રેટ સ્માઈલીને જણાવ્યું કે વિસ્તારમાં શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ અમલમાં છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ ઘરની અંદર જ રહે અને આદેશ હટાવવામાં ન આવે ત્યાં સુધી બહાર ન નીકળે. મેયરે જણાવ્યું કે ઘાયલ થયેલા આઠ લોકો ગંભીર પરંતુ સ્થિર સ્થિતિમાં છે. હાલ તેમણે આ સ્પષ્ટ કર્યું નથી કે પીડિતો વિદ્યાર્થીઓ છે કે નહીં.


