સાયબર ફ્રોડમાં સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટની તપાસ કરીને ઓનલાઇન ખોટા નામે અન્ય લોકોને વિશ્વાસમાં લઇને નાણાં પડાવી લેનારી ટોળકીના સભ્યોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા.
વડોદરા ગ્રામ્ય જિલ્લાના બેંક એકાઉન્ટન્ટની તપાસ
પોલીસે સાયબર ક્રાઇમના પોર્ટલ પર વડોદરા ગ્રામ્ય જિલ્લાના બેંક એકાઉન્ટન્ટ બાબતના ઇનપુટની તપાસણી હાથ ધરવામાં આવેલ જે ઇનપુટની તપાસણી દરમિયાન ભાયલી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં એક બેંક ખાતા ધારકનું નામ મેસર્સ જે.જે.પટેલ એન્ડ કંપની નામે કરંટ એકાઉન્ટ હતું,. જેના પ્રોપ્રાઇટર જીગ્નેશ જશભાઇ પટેલ (રહે, ભાયલી) હોવાનું જણાઇ આવ્યું હતું.
અલગ અલગ રાજ્યોમાં ઓનલાઇન સાયબર ફ્રોડ
પોલીસે બેંક એકાઉન્ટની પ્રાથમિક તપાસ કરી તેના વિરુદ્ધ સાયબર ક્રાઇમના સમન્વય પોર્ટલ પર તપાસ કરતા બેંક ખાતા વિરુદ્ધ આંધ્રપ્રદેશના કુર્નોલ જિલ્લાના કોઠલામ પોલીસ સ્ટેશનમાં, હિમાચલ પ્રદેશના સીમલાના ધાલ્લી પોલીસ સ્ટેશનમાં તથા જમ્મુ કાશ્મીરના પાકા ડાંગા પોલીસ સ્ટેશનમાં અને મહારાષ્ટ્રનાપીંપરી ચીંચવાડ વાકડ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ રાજ્યોમાં ઓનલાઇન સાયબર ફ્રોડ અંગેની પોર્ટલ મારફતે ફરિયાદો રજીસ્ટર થઇ હોવાનું જણાઇ આવ્યું હતું.
ત્રણ દિવસમાં 9276 ટ્રાન્જેક્શનો થયા
બેંક ખાતા ધારક જીગ્નેશ પટેલના ખાતામાં તપાસ કરતા ત્રણ દિવસમાં 9276 ટ્રાન્જેક્શનો થયા હતા જેમાં 2681689 રુપિયા ઓનલાઇન યુપીઆઇ મારફતે અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા પોલીસે જીગ્નેશ પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે છથી સાત મહિના પહેલા તેના મિત્ર અતુલ બાવનજી માકડીયા (રહે, જંબુસર)ના કહેવાથી તે બંને જમાએ કમિશનથી નાણાંકિય લાભ મેળવવા માટે તેમના મિત્ર તુષાર ગોહીલને પોતાનું બેંક એકાઉન્ટ લીંક કરેલ મોબાઇલ ફોનવાળું સિમ કાર્ડ આપ્યું હતું અને તેના દ્વારા આ ટ્રાંજેક્શનો કરાયેલા હતા. પોલીસે ત્રણેય શખ્સો સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


