- 14 વર્ષથી ઉપરના ખેલૈયાઓને ગરબા રમવાની પરવાનગી
- 14 વર્ષથી ઓછી ઉંમરનાનું રજીસ્ટ્રેશન હશે તો અપાશે રિફંડ
- રિફંડ ખેલૈયાઓને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર આપશે
રાજ્યમાં નવરાત્રીની તૈયારીઓ ઠેર-ઠેર શરૂ થઈ ગઈ છે. ત્યારે વિવિધ જગ્યા પર આયોજકો દ્વારા સુરક્ષાથી લઈ તમામ કાર્યવાહીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરામાં એક આયોજનક દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને 14 વર્ષથી ઓછી વયના ખેલૈયાઓ પર મૂકાયો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરામાં હેરિટેજ ગરબા 2023 આયોજકોના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, 14 વર્ષથી ઉપરના ખેલૈયાઓને ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે 14 વર્ષથી ઓછી વયના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના માટે આયોજકો દ્વારા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2023ના આયોજક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરનાનું રજીસ્ટ્રેશન હશે તો તેમને રિફન્ડ પણ આપવામાં આવશે. તેમજ રિફંડ ખેલૈયાઓને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર આપવામાં આવશે. જે આગામી દિવસોમાં પાર પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
આ સાથે જ વડોદરામાં નવરાત્રી દરમિયાન વિવિધ આયોજક દ્વારા વિવિધ નિયમોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તિલક વગર પ્રવેશ ન આપવાથી વિધર્મીઓને પ્રવેશ ન આપવા અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે પણ નવરાત્રી દરમિયાન વિવિધ સુરક્ષાની તકેદારી રાખવામાં આવી છે.