વડોદરા મ્યુનિ.કમિશનરે આજે વીકલી રિવ્યું બેઠક બોલાવી હતી જેમાં શહેરના વિકાસ અને પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ હતી. મ્યુનિ કમિશર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે અમે 15 મુદ્દા ધ્યાનમાં મુક્યા હતા. શહેરમાં ખાડા પુરવા પર ભાર મુકાયો છે. વોર્ડ વાઇઝ ઇજનેરોને બોલાવીને ડેટા આપી 30 ડિસેમ્બર પહેલા ખાડા પુરવા તાકીદ કરાઇ છે. કોર્ડીનેશન સાથે કામ કરવા સુચના અપાઇ છે.
ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગિરી કરાઇ રહી છે
તેમણે કહ્યું હતું કે સરકારની સુચના મુજબ ગેરી સંસ્થા દ્વારા સેમ્પલ લેવાની કામગિરી કરાઇ રહી છે અને જો રસ્તાની ક્વોલિટી સારી નહી હોય તો કોન્ટ્રાક્ટરોને દંડ લેવાની પણ સુચના કરાઇ છે. આ સાથે સ્વચ્છતા બાબતે પણ ગલીઓમાં ફોકસ કરવા કહેવાયું છે. પૂર્વ વિસ્તારમાં શટ ડાઉન પછી પાણીની સ્થિતી સુધરી છે તેમ તેમણે કહ્યું હતું.
નવા સિગ્નલ બનાવવા અને ડિવાઇડર બનાવવા પણ જણાવાયું
તેમણે માહિતી આપી કે ગટરનું પાણી ઉભરાતું હોય તેવા સ્થળે સમસ્યા ઉકેલવા કહેવાયું છે. જ્યાં ટ્રાફિક સર્કલ અને સિગ્નલ બનાવાની જુરર છે ત્યા નવા સિગ્નલ બનાવવા અને ડિવાઇડર બનાવવા પણ જણાવાયું છે. હાલ 24 કલાક ટ્રાફિક સિસ્ટમ છે. સ્ટ્રીટ લાઇટને પણ ઓટોમેટીક સિસ્ટમમાં લેવા તૈયારી કરાઇ રહી છે. પાર્કીંગ પોલીસી બનાવાનો પ્રયત્ન ચાલુ છે. 14 લાઇબ્રેરીની પણ કામગિરી પ્રગતી હેઠળ છે. વેન્ડીંગ ઝોન પર કામ કરાશે.
પહેલા 45 ઇલેકટ્રીક બસ લવાશે
મ્યુનિ કમિશર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે શહેરમાં અલગ અલગ જગ્યા પર 19 યોગ સેન્ટર બનાવાઇ રહ્યા છે. સમા અને માંજલપુરમાં 2 ઓડીટોરીયમ પ્લાન કરાયા છે તો ગાંધીનગર ગૃહનું ડીમોલીશન થશે. રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ સંકુલ પણ આવશે. ઇલેકટ્રીક બસો આવવાની તૈયારી છે. ઇલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવાશે. પહેલા 45 ઇલેકટ્રીક બસ અને કુલ 200 બસો લવાશે. તેમણે માહિતી આપી હતી કે હેરીટેજ સ્ટ્રક્ચરની આસપાસ દબાણ અને સફાઇ પર ભાર મુકાશે. ફુલ વેપારીઓ માટે પણ તેમને તકલીફ ના પડે તે પ્રમાણેનુંઆયોજન કરાશે. શહેરમાં 41 હેરીટેજ સ્ટ્રક્ચર છે. તેની અગ્રીમતાના આધારે કામ કરવામાં આવશે.
હાલ 141 માંથી 127 કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકીંગ કરાયું
તેમણે માહિતી આપી કે સરકારની સુચના મુજબ વડોદરામાં હવા પ્રદુષણને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ એર ક્વોલીટી સ્ટેશન બનાવાશે. આવનારા દિવસોમાં કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકીંગ કરાશે. હાલ 141 માંથી 127 કન્સ્ટરક્શન સાઇટનું ચેકીંગ કરાયું છે. આગામી દિવસોમાં પણ સાઇટો પર ચેકીંગ કરાશે અને ક્રેડાઇ સાથે પણ વાત કરાશે. તેમણે માહિતી આપી હતી કે સિટીમાંથી પસાર થતા ભારદારી વાહનોને પણ ધુળ ના ઉડે તે રીતે કવર કરવા જણાવાયું છે. તો કન્સ્ટ્કક્શન સાઇટના કાટમાળને વિશ્વામિત્રી નદીના પટમાં ના ઠલવાય તે માટે પણ વાત કરાઇ છે. રસ્તાની સાઇટ પર પણ ધુળ ના ઉડે તે રીતે કામ કરવા જણાવાયું છે. અલગ અલગ વિભાગોને વોલ ટુ વોલ રોડ અને પેવર બ્લોકનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ સિવાય ઘેર ઘેર પાણી પહોંચાડવાનું નેટવર્કીંગ કરવા તથા આંગણવાડીના મુદ્દાની ચર્ચા કરાઇ છે. ચાર વર્ષમાં પોતાના મકાનમાં જ આંગણવાડી ચાલશે તેવું આયોજન કર્યું છે.
આ પણ વાંચો—- SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી


