- વડોદરામાં નાહવા પડેલા 4 યુવકો નદીમાં ડૂબ્યા
- કોટ તરફથી મૃતદેહ તણાઈ આવ્યા હોવાનું તારણ
- ચારેય યુવાનો નદીમાં નાહવા પડ્યા હોવાનો અંદાજ
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે, ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી તળાવોમાં નાહવાની મજા માણતા જોવા મળે છે પરંતુ ઘણીવાર લોકોની આ મજા તેમના માટે સજા બની જતી હોય છે. આવા જ કઈક દ્રશ્યો વડોદરાના સિંધરોટ પાસે આવેલી મહી નદીમાં જોવા મળ્યા. આજે મહી નદી માંથી એક સાથે 4 યુવાનોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ચારેય યુવાનો ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, વડોદરાના સિંધરોટ પાસે મહી નદી માંથી એક સાથે ચાર મૃતદેહ મળી આવ્યા છે. એક સાથે ચાર-ચાર મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળતા પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. કોટના તરફથી સિંધરોટ ખાતે મૃતદેહો તણાઈ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિક પોલીસે ચારેય મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓની મદદથી દોરડાથી બાંધીને બહાર કાઢ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે મનાઈ હોવા છતાંય અસંખ્ય લોકો લે છે કોટના મહી નદીની મુલાકાત લેતા હોય છે. આ યુવાનો પણ કોટના મહી નદીમાં નાહવા પડ્યા હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક સાથે ચાર મૃતદેહ મળતા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથધરી છે. તો, તાલુકા પોલીસે ચાર યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડયા છે.


