- પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના નાસ્તામાં નીકળી જીવાત
- ગ્રાહકોના ઢોંસામાંથી જીવાત નીકળી
- ગ્રાહકે ફૂડ વિભાગને ચેકિંગ કરવા કરી અપીલ
હાલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં એક પછી એક રેસ્ટોરન્ટ વિવાદમાં આવી રહી છે. આ વચ્ચે વડોદરાની પ્રખ્યાત ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તામાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે. ગ્રાહકોના ઢોંસામાંથી જીવાત નીકળી જેના કારણે વિવાદ સામે આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશનની પાછળ આવેલી જાણીતી ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં ઢોસામાં જીવાત નિકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેમાં બે દિવસ પહેલા જ્યારે આ પ્રકારે ઘટના બની ત્યારે હોટલના મેનેજરને જાણ કરી હતી. જો કે, કોઇ કાર્યવાહી કરી નહોતી.
આજે ફરીથી નાસ્તામાંથી જીવાત નીકળી છે. જોકે હોટલ માલિકે જણાવ્યું હતું કે, આ ભાઈ ખોટું બોલી રહ્યા છે. હવે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકે ફૂડ વિભાગ સમક્ષ માગ કરી છે. આ ઘટના પછી વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ દોડતો થયો છે અને તમામના નમૂના લઈ શિડયુલ-4ની નોટિસ આપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

એક જ હોટલમાંથી વારંવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. તેમજ અગાઉ પણ વડોદરામાં પ્રખ્યાત હોટલ અને રેસ્ટોન્ટમાં ભોજનમાં કીડા અને જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં અટકે તે માટે ફૂડ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.


