વડોદરા જિલ્લાના આંકોડિયા ગામની સીમમાંથી 10 ડિસેમ્બરના રોજ એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ મહિલાની હત્યા તેની બહેને તેના સાથી સાથે મળીને કરી હતી. આ મહિલાની હત્યા કરીને તેની બહેન તેનો 40 રૂપિયાનો વીમો પકવવા માંગતી હતી.
હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
વડોદરાના આંકોડિયામાં થયેલી આ હત્યાના આરોપી દ્વારા આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી રમીઝ શેખને સાથી રાખીને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ મહિલાની હત્યા 40 લાખનો વીમો પકવવા માટે તેની જ બહેન દ્વારા કરવામાં આવી હતી. આ મામલે વડોદરા પોલીસે બહેન ફિરોઝા અને તેના પ્રેમી રીમિઝની ધરપકડ કરી હતી. હાલ તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Vadodara News: અંકોડીયા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ


