ડેસરના મહાદેવ મંદિર પાસે આવેલી તળાવડીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ મૃતદેહ તરતો દેખાતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મૃતદેહમાંથી દુર્ગંધ આવી રહી હોવાથી તે ઘણા સમયથી પાણીમાં પડ્યો હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ડેસર પોલીસને કરવામાં આવી હતી.
મૃતદેહને બહાર કાઢી પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને તળાવડીમાંથી બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


