- વડોદરાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
- સયાજીગંજ રેલવે ગરનાળામાં ભરાયું પાણી
વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહીને પગલે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકધારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદ ખાબક્તા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા લાગ્યા છે. વડોદરાના વાઘોડિયા, ફ્લોડ, તવરા, વ્યારા, પાટિયા પૂરા, મઢેલી, વેજલપુર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્તા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. સ્થાનિકોએ તંત્રની કામગીરીને લઇ રોષ વ્યક્ત કર્યો હતો.
માત્ર એક કલાકના વરસાદમાં શહેરને કર્યું પાણી-પાણી
વડોદરામાં આજે સવારથી જ વરસાદી માહોલની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં નોધાયા હતાં. બાદમાં સાંજે અને રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. વાઘોડિયા, ફ્લોડ, તવરા, વ્યારા, પાટિયા પૂરા, મઢેલી, વેજલપુર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્તા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
સયાજીગંજ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
વડોદરા શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. બૅન્ક ઑફ બરોડા પાસે રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મેઇન બજારમાંથી પણ વરસાદી પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદને કારણે સયાજીગંજ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે. માત્ર એક કલાકના વરસાદમાં જ પાણી ભરાતા રેલવે ગરનાળુ બંધ કરવામાં આવ્યું છે. રેલવે ગરનાળુ બંધ કરાતા વાહન ચાલકોને ફરી ફરીને જવાનો વારો આવ્યો છે.