- આઇટીઆઇમાં 300 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે
- કમ્પાઉન્ડમાં ફાયર સેફ્ટી વિના ચાલતુ ફેબ્રિકેશનનું કામ
- આઇટીઆઇમાં ખુલ્લા ફ્યુઝ બોક્સથી અકસ્માતનો ભય હોઇ સમારકામની માગ ઉઠી છે.
નસવાડી ખાતે આવેલ આઈટીઆઈમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ટ્રેડમાં અભ્યાસ કરે છે. જયારે આઈટીઆઈનું વાયરિંગ જીવતા બૉમ્બ જેવું ફ્યુઝ બોક્સ અને ખુલ્લા વીજ વાયરો છે. ત્યારે આઈટીઆઈના કમ્પાઉન્ડમાં ફાયર સેફ્ટી વિના ફેબ્રીકેશનનું કામ ચાલી રહ્યું છે.
નસવાડી આઈટીઆઈ માં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં શીવણ ક્લાસ, વાયરમેન, કોપા ઈલેક્ટ્રીસન, ફીડર, વેલ્ડર જેવા ટ્રેડમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. જયારે આઈટીઆઈમાં વીજ વાયરો લબડી રહ્યા છે. જયારે આઈટીઆઈના મેઇન વાયરના ફ્યુઝ બોક્સ ની પેટી ખુલ્લી છે. તેમાં જીવતા વીજ વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. આ પેટીમાં કોઈ ફેલ્ટ થાય તો વીજ વાયરિંગ સળગે તો 300 જેટલા વિદ્યાર્થીઓ ના જીવનું જોખમ ઉભું થાય તેમ છે.
આઈટીઆઈ કેમ્પસમાં હાજર શિક્ષકોને પૂછતાં તેઓએ જણાવ્યું કે, આ વાયરિંગ જોખમી છે. સ્ટેટ આર એન્ડ બીના અધિકારીઓ આને રીપેરીંગ કરાવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓને આવા વાયરિંગથી બચવા માટે અમે સૂચના તો આપીયે છે. નસવાડી આઈટીઆઈ બિલ્ડીંગ માં વાયરિંગ તો જર્જરિત છે તેનાથી વધારે જોખમ આઈટીઆઈ બિલ્ડીંગ નું રીપેરીંગ નું કામ ચાલી રહ્યું છે અને તેની લોખંડની જાળીઓ બનાવવાનું કામ વેલ્ડિંગ મશીન પણ કેમ્પસમાં ચલાવવામાં આવે છે. ત્યાંજ વેલ્ડિંગનું કામ ફાયર સેફ્ટી વિના કરવામાં આવી રહ્યું છે. જે કોઇ દિવસ જોખમી સાબિત થઇ શકે છે.


