- ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ બહારથી યુવતીઓને લાવતી
- યુવતી દીઠ ગ્રાહકો પાસેથી વસૂલાતા રૂ. 1200 થી 1500
- જરૂરિયાત મંદ પાંચ યુવતીઓને પોલીસે છોડાવી
વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સપાટો બોલાવ્યો છે. જેમાં સનરાઈઝ ટાવરના મકાનમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. તેમાં ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ બહારથી યુવતીઓને લાવતી હતી. જેમાં યુવતી દીઠ ગ્રાહકો પાસેથી રૂપિયા 1200થી 1500 વસૂલાતા હતા.
જરૂરિયાત મંદ પાંચ યુવતીઓને પોલીસે છોડાવી
ઉલ્લેખનીય છે કે જરૂરિયાત મંદ પાંચ યુવતીઓને પોલીસે છોડાવી છે. તેમજ મુખ્ય આરોપી ચંદ્રિકાને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે. તથા ચંદ્રિકાના સાથી સ્મિત દરજીની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ રીટા શાહ સામે પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પાણીગેટ પોલીસમાં ચંદ્રિકા ઉર્ફે રીટા શાહ સામે ગુનો નોંધાવ્યો છે.
સ્પામાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા
સ્પામાં રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ વિવિધ સ્પા સેન્ટરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શહેર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં 350 જેટલા સ્પામાં તપાસ કરવામાં આવી છે. પોલીસે જાહેરનામા ભંગની 9 ફરીયાદ નોંધી 8 લોકોની ધરપકડ કરી છે.
ગુજરાત બહારથી મહિલાઓને લાવી દેહ વ્યાપારનો ધંધો કરતા
આ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં 70થી વધુ સ્પામાં દરોડા પાડી 50 સ્પા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટમાં 50થી વધુ સ્પામાં દરોડા પાડી 13 સ્પા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડી 2 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગરમાં 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા જેમાં કંઈજ મળ્યુ ન હતુ. ગાંધીનગરના કલોકમાં સ્પા નામે કુટણખાનું મળી આવ્યુ છે. કલોકમાં પોલીસે, 3 અલગ અલગ સ્પા પર દરોડા પાડ્યા હતા. જેમાં તનીશા રોયલ સ્પા, રેડ ડાયમંડ સ્પા અને ડેવિંગસી સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણે સ્પા સંચાલકો ગુજરાત બહારથી મહિલાઓને લાવી દેહ વ્યાપારનો ધંધો કરતા ઝડપાયા છે.