- સોપારી દાણચોરીના ગુનાનો આરોપી ઝડપાયો
- મુખ્ય આરોપી મુકેશ ભાનુશાલીની કરી ધરપકડ
- રૂ. 9.65 કરોડની સોપારીની કરી હતી દાણચોરી
વલસાડના વાપીમાં આજે DRIને મોટી સફળતા મળી છે. DRI દ્વારા સોપારીની દાણચોરી કરતાં એક કુખ્યાત ભાગેડુ આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલ આરોપીનું નામ મુકેશ ભાનુશાલી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીમાં DRI ટીમને મોટી સફળતા મળી છે. DRI દ્વારા કરોડોની સોપારીની દાણચોરી કરનાર મુકેશ ભાનુશાલીની ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાય સમયથી મુકેશ ભાનુશાલી દાણચોરીના કેસમાં ભાગેડુ હતો. મુકેશ ભાનુશાલી વાપી ખાતે પોતાના એક સગાના ત્યાં છુપાયેલો હોવાની DRIને બાતમી મળી હતી. જેને આધારે DRI ની ટીમ દ્વારા મુકેશના સાગનાં ઘરે દરોડો પાડીને મુકેશને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુકેશ ભાનુશાલી મૂળ મુંબઈના ઘટકોપરનો છે અને તે થોડા સમય પહેલા દુબઈથી રૂ.9.65 કરોડની સોપારી દાણચોરીને લાવ્યો હતો. આ કેસમાં DRI દ્વારા ઘાટકોપરના મુખ્ય આરોપી મુકેશ ભાનુશાલીની ધરપકડ કરી લીધી છે. DRI ની ટીમે મુકેશ ભાનુશાલીની ધરપકડ કરી 14 દિવસના જ્યુડીશિયલ રિમાન્ડમાં મોકલી આપ્યો છે.


