By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 hours ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

Editor
Last updated: 2026/04/13 at 3:21 PM
1 hour ago
Share
વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી
SHARE

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

પાલીકાના ઈતિહાસમાં પ્રથમવાર “યાદી વગર જ ઉમેદવારી” નોંધાઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ

44 બેઠકો માટે 163 ઉમેદવારી પત્રો ભરાયા

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળ પાટણ (સોમનાથ) સંયુક્ત નગરપાલિકાની 2026 ની ચૂંટણીએ આ વખતે પરંપરાગત રાજકીય ગણિતને ઉંધું પાડી દીધું છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન કરી શકતા રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ વચ્ચે અનોખી ગૂંચવણ અને અફરાતફરીનો માહોલ સર્જાયેલ જોવા મળતો હતો. આવો દ્રશ્ય સ્થાનિક પાલીકાના ચુંટણીના રાજકારણમાં કદાચ પ્રથમ વખત જોવા મળ્યો છે. જ્યાં ભાજપ કોંગ્રેસ જેવી દિગગજ પાર્ટીઓ પોતાની જ પસંદગી પર અંતિમ ક્ષણ સુધી સંકોચાઈ ગઈ હોય ? તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

વેરાવળ નગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો કલ્પના બહાર જેવો પ્રવાહ અંતિમ દિવસે જોવા મળ્યો હતો.  કુલ 163 ઉમેદવારી પત્રો ભરાયા છે જે પૈકી 155 ફોર્મ તો આજે અંતિમ દિવસે રજુ થયા હતા. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે “ટિકિટ નહીં તો બળવો” જેવી સ્થિતિ અત્ર, તત્ર અને સર્વત્ર સર્જાઈ છે. અનેક ઉમેદવારો પાર્ટી ટિકિટની રાહ જોયા વિના મેદાને ઉતરી પડ્યા છે. જે સીધો સંકેત આપે છે ખાસ તો સત્તાધારી ભાજપ પક્ષમાં આંતરિક અસંતોષ અને બળવાખોરી ચરણસીમાએ પહોંચી હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે.

 

ભાજપમાં ‘ટિકિટનું તોફાન’ — મંત્રી-સાંસદને કરવી પડી એન્ટ્રી?

પાલીકા માટે ભાજપમાં ઉમેદવાર પસંદગી મુદ્દે ભારે ધમાસાણ મચ્યું છે. અસંતોષ અને જૂથવાદ આટલી હદે ચરમસીમાએ પહોંચ્યો કે રાજ્યના મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ રાજેશ ચુડાસમાને મોડીરાત્રીથી જ વેરાવળ ખાતે મોરચો સંભાળવો પડ્યો હતો. તો ગત મોડીરાત્રે નક્કી કરાયેલી પેનલોમાં પણ ફેરફાર કરવાની ફરજ પડતાં સ્પષ્ટ થઈ ગયું કે પાર્ટી અંદરથી જ કંપી રહી છે. પ્રજાપતિ, સિંધી અને ખારવા સમાજમાં ટિકિટ ફાળવણીને લઈને ઉઠેલા અસંતોષે આગમાં ઘી રેડ્યું છે. તો આજે સવારથી ભાજપ કાર્યાલય ખાતે પક્ષના સંનિષ્ઠ કાર્યકરો નારાજગી સાથે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

 

ભાજપ નું શક્તિ પ્રદર્શન ‘ફ્લોપ શો’ — શણગારેલી જીપ્સી રહી રસ્તા પર જ રહી?

ભાજપે ઉમેદવારી પત્ર ભરવા માટે ભવ્ય શક્તિ પ્રદર્શનની તૈયારી કરી હતી. શણગારેલી જીપ્સી, બેનરો અને કાર્યકરોની ભીડ બધું તૈયાર હતુ પરંતુ આંતરિક ઘર્ષણના કારણે આખો કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. ઉમેદવારો “એકતાના શો” બદલે અલગ-અલગ રીતે ઉમેદવારી નોંધાવવા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. આ ઘટનાએ ભાજપની આંતરિક એકતાને જાહેરમાં ઉઘાડી પાડી દીધી હતી.

You Might Also Like

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
આંતરરાષ્ટ્રીય

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Editor By Editor 2 days ago
વિન્ડસર મશીન્સ લિમિટેડ દ્વારા કાલે ચિભડા ખાતે રકતદાન કેમ્પ
લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની રાજકીય એન્ટ્રી
150 ફૂટ રીંગરોડ આર કે પ્રાઈમમાં ચાલતા આઈપીએલ સટ્ટાબાજીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?