વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 18 જાન્યુઆરીએ રમાશે. આ ટુર્નામેન્ટ માટે પંજાબની ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. શુભમન ગિલને T20 વર્લ્ડકપ ટીમમાંથી સ્થાન મળ્યું નથી તો, તે હવે પંજાબ તરફથી રમશે. અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ પણ તેની સાથે રમશે. ટીમમાં ઘણા અન્ય સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે.
પંજાબ ટીમની જાહેરાત
પંજાબ વિજય હજારે ટ્રોફીમાં 24 ડિસેમ્બરે મહારાષ્ટ્ર સામે પોતાની પહેલી મેચ રમશે. તેમને ઋતુરાજ ગાયકવાડ અને પૃથ્વી શો તરફથી આકરા પડકારનો સામનો કરવો પડશે. શુભમન ગિલ ઓછામાં ઓછી બે મેચમાં રમે તેવી શક્યતા છે. મેનેજમેન્ટે કેપ્ટનનું નામ જાહેર કર્યું નથી, પરંતુ 24 તારીખે તેને જવાબદારી સોંપવામાં આવી શકે છે. આનાથી શુભમન ગિલને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા તૈયારી કરવાની તક મળશે.
જો પંજાબ નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે, તો શુભમન ગિલ ત્યાં રમતા જોવા મળશે નહીં. પરંતુ અભિષેક શર્મા આખી ટુર્નામેન્ટ રમી શકે છે. હાલમાં અર્શદીપ વિશે કોઈ મોટી વાત નથી. જો તેને ODI ટીમમાં પસંદ કરવામાં ન આવે, તો તે આખી ટુર્નામેન્ટ રમી શકે છે.
વિજય હજારે ટ્રોફી માટે પંજાબની ટીમ
શુભમન ગિલ, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), હરનૂર પન્નુ, અનમોલપ્રીત સિંહ, ઉદય સહારન, નમન ધીર, સલિલ અરોરા (વિકેટકીપર), સનવીર સિંહ, રમનદીપ સિંહ, જશનપ્રીત સિંઘ, ગુરનૂર બ્રાર, હરપ્રીત બ્રાર, રઘુ શર્મા, ક્રૃષ્ણ ભગત, ગૌરવ ચૌધરી, સુખદીપ બાજવા.
આ પણ વાંચો: Smriti Mandhanaએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી એશિયન ખેલાડી


