- ગુજરાત સરકારનું રાજ્યવ્યાપી અભિયાન
- તમામ ગામ અને શહેરના વોર્ડમાં જશે રથ
- કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અપાશે
વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજનાઓના લાભમાં એક પણ લાભાર્થી છૂટી ના જાય એ સંકલ્પ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે તેને લઈને અંબાજી ના ચીખલા ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઈ છે.
તા. 15મી નવેમ્બર-જન જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો પ્રારંભ થશે સાથે સાથે યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા13848 સ્થળો આવરી લેવાય તે રીતે આધુનિક રથ ભ્રમણ કરશે. આ કાર્યક્રમ મા ગુજરાત સરકારના 3 મંત્રીઓ સહિત વિવિઘ સાંસદો અને ધારાસભ્યો જોડાશે.અંબાજીના ચીખલા ખાતે એલ્યુમિનિયમ ડોમ તૈયાર થઈ ગયો છે. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ મા જોડાશે.
અંબાજી નજીક આવેલા ચિખલા ગામે ગુજરાતના મુખ્યમંત્રી 15 નવેમ્બરના રોજ હેલીપેડ ખાતે આવનાર છે ત્યારબાદ તેઓ અંબાજી મંદિરમાં માતાજી દર્શન કરવા જનાર અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેઓ ચીખલા ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દેશભરમાં આગામી તા.15 મી નવેમ્બર જન-જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.
યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્ર્મ મા વિવિઘ લાભાર્થીઓને લાભ આપવામા આવશે.બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર,બનાસકાંઠા એસપી સહીત જીલ્લા વિકાસ અધિકારી સહીત વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર જોડાયું છે.


