- પાલનપુર એરોમા સર્કલ પર નમાઝ પઢતો વીડિયો વાઇરલ
- ટ્રક સર્કલ વચ્ચે ઉભી રાખી નમાઝ કરતા ટ્રાફિક જામ
- એક તરફ આસ્થા તો બીજી તરફ નિયમ ભંગ
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વીડિયો પાલનપુર શહેરનો છે. એરોમા સર્કલ પાસે એક ટ્રક ચાલક તેના ટ્રકને પાર્ક કરીને તેની આગળ જ રસ્તા પર નમાજ પઢતો જોવા મળે છે. વીડિયો વાયરલ થયો છે અને જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતાર રસ્તા પર જામી છે.
બનાસકાંઠા જિલ્લાનો વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે.અને જેમાં ટ્રકનો ચાલક નમાજ પઢતો જોવા મળી રહ્યો છે. ટ્રક રસ્તા પર જ ઉભી રહી છે અને તેના પાછળ ખૂબ જ ટ્રાફિક જામ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, ટ્રકની પાછળ ટ્રાફિક જામના દ્રશ્યો છે.
જાહેર માર્ગ પર આવી રીતે ટ્રક ઉભો રાખી નમાજ પઢતા જોતજોતામાં તેના ટ્રક પાછળ વાહનોની લાંબી લાઈન લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. જોકે આ ટ્રક ચાલક કે તેના લગતી કોઈ જ વિગતો સામે આવી નથી.


