- સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતા વિવિધ મોડેલ્સ
- સ્ટોલમાં રોબર્ટના પાંચ મોડલ્સ મુકાયા, યુવાનોનો જમાવડો
- રેલવેના ઈતિહાસની વિવિધ આયામોની રેપ્લિકા તૈયાર કરાઈ છે
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં આવેલા મુલાકાતીઓએ બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. ગુજરાતના સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતા વિવિધ મોડેલ્સ અને પ્રોજેક્ટ મુલાકાતીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે, ખાસ કરીને ભારતની સૌપ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેનની માહિતી મુલાકાતીઓ મેળવી રહ્યા છે, મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે, બુલેટ ટ્રેનના પેવેલિયનમાં એક સ્ટીમ્યુલેટર મુકાયું છે, જેમાં બેસીને બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકાય છે. આ ઉપરાંત ડાયમંડ આકારમાં બનનારા સુરત રેલવે સ્ટેશન, અમદાવાદ રેલવે સ્ટેશન, બોરિંગ મશીનના વિવિધ મોડેલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડોમ નંબર 10માં પણ યુવાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોલમાં રોબર્ટના પાંચ મોડલ્સ મૂકાયા છે. જેમાં ડેસર સર્વિંગ, રોબો, એથેલા જેવા રોબોટના મોડલ પ્રદર્શનમાં મુકાયા છે. સ્કંધ રોબોનું વર્કિંગ મોડલ પણ જોવા મળી રહ્યું છે.
મુલાકાતીઓએ અયોધ્યા ધામ જંકશન નિહાળ્યું
ટ્રેડ શોમાં આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જોવા મુલાકાતીઓની ભીડ જામી છે. ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયેલા અયોધ્યા ધામ જંક્શન નિહાળીને મુલાકાતીઓ આનંદ વિભોર થયા હતા. સાથે જ રેલવેના ઈતિહાસની વિવિધ આયામોની રેપ્લિકા તૈયાર કરાઈ છે.


