આજે સ્પર્ધાનો જમાનો છે. AI ટેકનોલોજી યુગમાં આજે ડેસ્ક જોબ વધી છે. ઓફિસમાં કામ કરતા લોકોમાં આજે સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. શિયાળામાં ઠંડી વધતા લોકો ઘરમાં કેદ થઈ જાય છે. લાંબા સમય સુધી રુમમાં રહેવાથી લોકો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા નથી. સૂર્યપ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે. ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકોમાં વિટામિની ડીની ઉણપ વધુ જોવા મળે છે.આજના AI યુગમાં ઓફિસોમાં પણ ACનો ઉપયોગ વધ્યો છે. સતત એક સ્થાન પર બેસવા અને સૂર્યપ્રકાશના અભાવે થતી વિટામિન ડીની ઉણપ દૂર કરવા દરરોજના આહારમાં કેટલીક વસ્તુઓને સામેલ કરો.
ઓફિસમાં કામ કરતા લોકોમાં વિટામિન ડીની ઉણપ
ઓફિસમાં લાંબા સમય સુધી કામ કરવું, બહાર મર્યાદિત સંપર્ક, સૂર્યપ્રકાશના અભાવથી શરીરમાં સતત વિટામિન ડીનું સ્તર ઘટવા લાગે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે શરીરને 400 IUની જરૂર હોય છે. વિટામિન ડીનું ઓછું સ્તર સ્વાસ્થયને અસર કરે છે. જેના કારણે વ્યક્તિમાં મૂડ સ્વિંગ, થાક અને ચીડિયાપણું જોવા મળે છે. વિટામિન ડીની ઉણપ દૂર કરવા તમે સપ્લિમેન્ટ્સ લઈ શકો છો. આ ઉપરાંત સીફૂડ ખાધા વિના પણ આ ચોક્કસ પ્રકારના આહારથી ઉણપને સરળતાથી દૂર કરી શકો છો.
વિટામિન ડીના શ્રેષ્ઠ વિકલ્પ આ સુપરફૂડ
સૂર્યપ્રકાશ વિટામિન ડીનો પ્રાથમિક સ્ત્રોત હોવા છતાં, અમુક ખોરાક તેના શ્રેષ્ઠ વિકલ્પ છે. હાડકાની મજબૂતાઈ, સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય માટે શરીર માટે વિટામિન ડી જરૂરી છે. સૂર્યમુખીના બીજ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, વિટામિન ઇ અને સ્વસ્થ ચરબી પણ હોય છે. તેને સલાડ અને સ્મૂધી બનાવી ખાઈ શકો. કોળાના બીજ વિટામિન ડી, ઝીંક, મેગ્નેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ બીજા કાચા ખાવાથી વિટામિન ડીની ઉણપ દૂર થશે. તલના બીજ વિટામિન ડી અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેને લાડુ, ચીક્કી અથવા મુખવાસમાં ખાઈ શકો છો. ચિયા બીજ પોષક તત્વોનું પાવરહાઉસ છે. વિટામિન ડી, ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને પ્રોટીન છે. તેને તમે પાણીમાં પલાળી, દહીં સાથે અથવા સ્મૂધીમાં ભેળવી ખાઈ શકો.


