વારંવાર વસ્તુઓ ભૂલવી અને મૂડ સ્વિંગ એ શરીરમાં વિટામિન Kની ઉણપનો સંકેત છે. શારીરિક તંદુરસ્તીની માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. વિટામિન K એ માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વનું હોવાનું આરોગ્ય નિષ્ણાત કહે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે શરીરમાં વિટામિન K ની ઉણપ માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરે છે.
વિટામિનની ઉણપના લક્ષણો
વિટામિન K એ એક આવશ્યક પોષક તત્વ છે જે ફક્ત શરીરની કામગીરી માટે જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. આ વિટામિનની ઉણપથી અતિશય રક્તસ્ત્રાવ થવો, મૂડ સ્વિંગ થવો, વારંવાર ભૂલી જવું, યાદશક્તિ નબળી પડવી અથવા વ્યક્તિને યાદ રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. મૂડ સ્વિંગ થવાના કારણે કયારેક તેઓ ડિપ્રેશનના શિકાર થાય છે. આ વિટામિનની ઉણપ અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ વધારી શકે છે. સામાન્ય રીતે વિટામિન કે મુખ્યત્વે લોહી ગંઠાઈ જવા અને હાડકાના સ્વાસ્થ્ય માટે જાણીતું છે. પરંતુ તાજેતરના સંશોધનમાં આ વિટામિન માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તેવું સામે આવ્યું. વય વધતા શરીરમાં આ વિટામિનનું પ્રમાણ ઘટવા લાગે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન K
વિટામિન K મગજના ન્યુરોનલ કાર્યને સુધારવામાં મદદ કરે છે. તે ન્યુરોપ્રોટેક્ટીવ ગુણધર્મો સાથે આવે છે, જે મગજના કોષોને નુકસાનથી રક્ષણ આપે છે. આ વિટામિનની ઉણપ તણાવ હોર્મોન (કોર્ટિસોલ) નું સ્તર વધારી શકે છે, જે હતાશા અને ચિંતાની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. વિટામિન K માં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે મગજમાં બળતરા ઘટાડે છે. બળતરા માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓનું મુખ્ય કારણ બની શકે છે. તણાવ અને હતાશાથી બચવા માટે તેમજ મગજની કાર્યશક્તિને મજૂબત બનાવવા પાંદડાવાળા લીલા શાકભાજી જેવા વિટામિન કેથી ભરપૂર ખોરાકને રોજિંદા આહારમાં સામેલ કરવો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


