જીએસટી વિભાગે અનેક વખત બોલાવવા છતાં સંચાલક હાજર નહી થતાં આકરૂં પગલું લેવાયું : પારેખ બુલિયન પર પુન: સર્ચ ઓપરેશન શરૂ કરાયું
રાજકોટ ડીજીજીઆઇ દ્વારા થોડા સમય પહેલા સોનીબજારમાં આવેલા આસ્થા ટ્રેડીંગ પર સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.૧૪૬૭ કરોડના મસમોટા બોગસ બીલીંગ કૌભાંડ થકી રૂ.૪૪ કરોડની ખોટી રીતે આઇટીસી મેળવવાનો પર્દાફાશ કર્યા બાદ હિતેષ પ્રભુદાસ લોઢીયાની ધરપકડ કરી હતી. બાદમાં તેણે કોર્ટમાં જામીન અરજી કરતા જે નામંજર કરવામાં આવી છે. આ ઉપરાંત સોની બજારમાં આવેલ વીપી જવેલર્સને સીલ મારવામાં આવ્યું છે. તો પારેખ બુલિયન પર ગુરૂવારના ફરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ખોટા બીલો લેનાર વેપારીઓમાં લખલખું પ્રસરી ગયું છે.
આસ્થા ટ્રેડીંગ કંપની દ્વારા બોગસ બીલીંગ થકી પ્રાથમિક તબક્કે રૂ.૪૪ કરોડની ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ લેવામાં આવી હોવાનું ઉજાગર થયા બાદ ડીજીજીઆઇ દ્વારા જપ્ત કરાયેલ લેપટોપ તથા અન્ય ઇલેકટ્રોનીક ડીવાઇસોની ચકાસણી કરતા બજારના ૪૮ આસપાસ વેપારીઓએ પણ ખોટા બીલો થકી નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું બહાર આવતા ડીજીજીઆઇ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોની બજારમાં જુની ગધીવાડમાં આવેલ વીપી જવેલર્સ નામની બુલિયન પેઢી દ્વારા બોગસ બીલો થકી વ્યવહારો કર્યાનું માલુમ પડતા ડીજીજીઆઇ દ્વારા તેમને અનેકમ વખત ઓફિસ પર બોલાવવામાં આવેલ પણ કોઇ પ્રતિભાવ ન આપતા ડીજીજીઆઇએ આકરૂ પગલુ લઇ વીપી જવેલર્સને સીલ મારી દેવામાં આવ્યું છે. જયારે ડીજીજીઆઇની ટીમ પેઢી પર પહોંચી ત્યારે પણ તેના માલિકનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો પણ પ્રતિભાવ આપવામાં નહી આવતા અંત પેઢીને સીલ મારવામાં આવ્યું છે.
દરમિયાન કૌભાંડમાં ઝડપાયેલ હિતેષ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા તેની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ગુરૂવારના ડીજીજીઆઇના અધિકારીઓ દ્વારા ફરીને સોની બજારમાં આવેલ પારેખ બુલિયન પર સચૃ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાં આગળ પેઢી દ્વારા કેવી રીતે બીલો થકી નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. હાલ ડીજીજીઆઇ દ્વારા માત્ર ખોટી રીતે લેવામાં આવેલ ઇન્પુટ ટેક્ષ ક્રેડીટ રીકવર કરવાનો જ મુદ્દો મુખ્ય રાખવામાં આવ્યો છે નહી કે વેપારીઓને હેરાનગતિ કરવાનો ડીજીજીઆઇ દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહીના કારણે સોની બજારમાં રીતસરનો ફફડાટ પ્રસરી ગયો છે અને એક જ ચર્ચા થઇ રહી છે કે હજુ કેટલા વેપારીઓ ડીજીજીઆઇની ઝપટે ચડશે.