By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં ગોકળગતિએ ચાલતા બ્રિજોના કામને લઈ ધારાસભ્યએ એન્જી.ને આડેહાથ લીધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળમાં ગોકળગતિએ ચાલતા બ્રિજોના કામને લઈ ધારાસભ્યએ એન્જી.ને આડેહાથ લીધા

Editor
Last updated: 2026/01/19 at 4:28 PM
2 months ago
Share
વેરાવળમાં ગોકળગતિએ ચાલતા બ્રિજોના કામને લઈ ધારાસભ્યએ એન્જી.ને આડેહાથ લીધા
SHARE

વેરાવળમાં ગોકળગતિએ ચાલતા બ્રિજોના કામને લઈ ધારાસભ્યએ એન્જી.ને આડેહાથ લીધા

ધારાસભ્ય બ્રિજની કામગીરીનું સ્થળ નિરીક્ષણ સમયે એન્જી. સમક્ષ ધીમી કામગીરીને લઈ નારાજગી દર્શાવેલ

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળમાં વિકાસના કામો ગોકળગતિએ થતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ કામોમાં ખાસ જીયુડીસી હસ્તક શહેરના બે રેલવે ફાટક પર બની રહેલા બે ઓવરબ્રિજના કામો  ‘ગોકળગતી’એ ચાલતા હોવાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દોઢ વર્ષમાં પૂરું થવાનું કામ સાડા ત્રણ વર્ષ વીતી જવા છતાં અધૂરું રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બ્રિજના કામગીરીનું સ્થળ નિરીક્ષણ અર્થે સ્થળ પર ગયેલ ત્યારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આ સમયે નગરસેવકો અને જવાબદાર અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બ્રિજનું કામગીરી કરનાર જીયુડીસી વિભાગના એન્જીનિયરને જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

ધારાસભ્યની સ્થળ મુલાકાત દરમિયાન જ્યારે જીયુડીસી એન્જીનિયર નયન પરમાર દ્વારા દલીલો કરતા હોવાથી ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પીતો છટકી ગયો હોય તેમ તેમણે એન્જી. ને તળપદી ભાષામાં કહેલ કે, તું ખોટી દલીલ મારી પાસે ન કરતો. તારી ખોટી દલીલ નહિ ચાલે. હું પાછળ પડીશને તો ખોટા બીજા કામે લાગી જશો. મારી પાસે ખોટી હોશિયારી કરવામાં તારી બુદ્ધિ ન વાપર. અમારી 24 વર્ષની રાજનીતિમાં તારા જેવા કેટલાય એન્જીનિયર આવીને ગયા. તમે કામ નથી કર્યું એટલે મારે આવવું પડ્યું છે. સલાહ આપવાના બદલે કામ કરો, ચાર વર્ષ થવા આવ્યા કામ હજુ પણ અધૂરું છે. તે જલ્દી પૂર્ણ કરો.

આ તકે ધારાસભ્ય ચુડાસમાએ આક્ષેપ કરતા કહેલ કે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સરકારી યોજના ટલ્લે ચડી છે. વિકાસના કામોમાં વિલંબ એટલે સીધો જનતાનો સમય, પૈસા અને સલામતી સાથે ખેલ. આ મુદ્દે હવે કોઈ બહાનું નહીં ચાલે. જો તાત્કાલિક કામમાં ગતિ નહીં આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાવવા ઉચ્ચકક્ષા સુધી ફરીયાદ કરાશે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ 2022 માં શરૂ થયેલી આ બ્રિજની યોજનાનું કામ હવે ચાર વર્ષ થવા છતાં અધુરૂં છે. બંન્ને ઓવરબ્રિજનું મોટાભાગનું કામ અધૂરું છે. રેલવે ફાટક પર લાંબી ટ્રાફિક લાઈનો લાગતી હોવાથી એમ્બ્યુલન્સ અને સ્કૂલ વાહનોને પડતી મુશ્કેલીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  કારણ કે, આ બંને બ્રિજનું કામ દોઢ વર્ષમાં પૂર્ણ થવાનું હોવા છતાં ચાર ચાર વર્ષે પણ અધૂરું હોવાથી લોકોને વેતના સહન કરવી પડી રહી છે જેના તરફ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપી કામગીરી ઝડપી કરાવે તે જરૂરી છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor By Editor 2 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?