આજે લોકોમાં બહારનું ખાવાનો શોખ વધ્યો છે. જંકફૂડ, પીઝા અને પાસ્તા જેવા ખોરાક સપ્તાહમાં બે થી ત્રણ વખત ખાવામાં આવે છે. આ ખોટી ખાનપાનની આદત અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં બીમારી વધી છે. શારીરિક અસ્વસ્થતાના કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય તો બગડે છે સાથે તેના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવે છે. અને પરીવાર સાથેના સંબંધોમાં ખટાશ આવે છે. આમ, એક સામાન્ય ખોટી ખાનપાની આદત વ્યક્તિ પર ગંભીર અસર કરે છે. શારીરિક રીતે સ્વસ્થ રહેવા વોકિંગ એકસરસાઈઝ બેસ્ટ છે.
શરીર સ્વસ્થ રાખવા ચાલવું જરૂરી
આરોગ્ય નિષ્ણાત પણ કહે છે કે આપણે જે ખોરાક ખાઈએ તેનું પાચન થવું જોઈએ. ગમે તેટલો ભારે ખોરાક હોય કે પછી હળવો ખોરાક હોય આપણું શરીર જે પચાવી શકે તે જ આહાર વધુ બેસ્ટ છે. ખોરાકનું પાચન ત્યારે વધારે સારી રીતે થાય છે જ્યારે શરીર યોગ્ય ગતિમાં કાર્ય કરતું હોય. અને જ્યારે આમ, નથી બનતું ત્યારે વ્યક્તિ સ્થૂળતાપણાથી લઈને અનેક ગંભીર બીમારીનો શિકાર થાય છે. સ્વસ્થ રહેવા પૌષ્ટિક આહાર જેટલો જરૂરી છે તેટલી કસરત પણ છે. જો તમે જીમ ના જઈ શકતા હોવ તો ઘરે ફક્ત થોડો સમય આપો. અને તંદુરસ્ત રહો. એટલે કે તમે 10 મિનિટથી લઈને 30 મિનિટ સુધી સતત ચાલવાની કસરત કરશો તો જરૂર લાભ થશે.
ચાલવાના જાણો આટલા છે લાભ
સવારે ખાલી પેટે ચાલવું બેસ્ટ છે. જો તમે 10 થી 15 મિનીટ ચાલશો હાર્ટ એટેકનું જોખમ ઘટશે. દરરોજ ફક્ત 15 મિનિટ ચાલશો તો તમારી કાર્યક્ષમતામાં 50 ટકા જેટલો વધારો થશે અને તમે સ્ફૂર્તિનો અનુભવ કરી શકશો. બગીચામાં 10 મિનિટથી 20 મિનિટ પણ ચાલશો તો બ્લડ સુગર ઘટશે અને માનસિત તણાવ પણ ઘટશે. 20 થી 30 મિનિટ ચાલવાથી હાઈપર ટેન્શન, પેટ અને જાંઘની ચરબી તેમજ સ્થૂળતાની સમસ્યામાં મોટી મદદ મળશે. જો તમે 140 મિનિટ સ્લો મોશમમાં ચાલશો તો જીમ કરતાં પણ વધુ ફાયદો થશે. અઠવાડિયામાં ત્રણ દિવસ સતત 40 મિનીટ ચાલવાથી મગજ તેજ થશે. PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) અને PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) જેવી હોર્મોન સંબંધિત સમસ્યાઓમાં પણ આ કસરત મહિલાઓને રાહત આપે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )-


