- ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ જાહેર કર્યો કિમ જોંગનો વિડીયો
- કિમ જોંગ ઉન ન્યુ એજ ડિસ્ટ્રોયર ટેન્ક ચાલવતા જોવા મળ્યા
- દક્ષિણ કોરિયા અને અમેરિકાના યુદ્ધ અભ્યાસથી અકળાયા કિમ જોંગ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો એક વિડીયો હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે ન્યુ એજ ડિસ્ટ્રોયર ટેન્કમાં જોવા મળ્યા હતા. તેઓ ટેન્ક ચાલક સાથે યુદ્ધઅભ્યાસ કરતાં જોવા મળ્યા. કિમનો આ વિડીયો ત્યાંના સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કિમે જે ટેન્ક પર સવારી કરી છે. તે આધુનિક યુગની ખૂબ જ ખતરનાક ટેન્ક છે. હાલમાં જ તેને ઉત્તર કોરિયાની સેનામાં સામેલ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક ખાસ અવસરે કિમ જોંગ ઉને કિલિંગ ટેન્ક મશીન પર પણ હાથ અજમાવ્યો હતો. કિમનું કહેવું છે કે આ દુનિયાની સૌથી ખતરનાક ટેન્ક છે. આ સાથે તેણે પોતાના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા પણ કહ્યું છે.
ત્યારે, સવાલ એ થાય છે કે કિમ જોંગ ઉન આટલા આક્રમક કેમ છે? તો તેની પાછળનું મુખ્ય કારણ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલ સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. બંને દેશો વચ્ચે આ સંયુક્ત સૈન્ય અભ્યાસ જોઈને ઉત્તર કોરિયા ચોંકી ઉઠ્યું છે.
કિમનું માનવું છે કે ટૂંક સમયમાં બંને દેશો ઉત્તર કોરિયા પર હુમલો કરી શકે છે. એવામાં, ઉત્તર કોરિયાએ પણ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. બ્રિટન સ્થિત એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિસી સ્ટડીઝના સંરક્ષણ નિષ્ણાત યાંગે એક ખાસ ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. યાંગનું કહેવું છે કે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ થોડા દિવસોમાં જ ખતમ થઈ ગયો છે. જો કે, ઉત્તર કોરિયા હજુ પણ યુદ્ધ અભ્યાસમાં વ્યસ્ત છે. ઉત્તર કોરિયા શાંત નથી દેખાતું અને સતત યુદ્ધ વિશે વાત કરી રહ્યું છે.


