By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    6 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor
Last updated: 2026/03/18 at 4:22 PM
8 minutes ago
Share
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
SHARE

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 

વિશ્વમાં આજે અનેક દેશો વચ્ચે ખેલાઈ રહેલ મહાવિનાશક યુધ્ધો આપણને ત્રીજા વિશ્વ યુધ્ધના આગમનની વણજોઈતી ચિંતા દર્શાવે છે કે વાસ્તવમાં વિશ્વ એ દિશા તરફ અગ્રેસર બની રહેલ છે તે કહેવું કદાચ સૌ માટે મુશ્કેલ બને છે.વિશ્વ-માનવ શું આ પ્રકારનું જીવન વ્યતિત કરવાનું પસંદ કરી રહેલ છે? કે પછી એક સામાન્ય ટેવ પડી ગઈ છે? આજે જ્યારે સમગ્ર વિશ્વ એક અરાજક્તા ભર્યા વાતાવરણ વચ્ચે જીવી રહ્યું છે ત્યારે સૌ વિશ્વ-માનવીઓ માટે આવા વિનાશક યુધ્ધો ઘણી બધી મુશ્કેલીઓનું સર્જન કરી રહેલ છે તે વાસ્તવિકતા સૌ જેમ બને તેમ ઝડપથી સમજે એ નિતાંત જરુરી છે,કારણ કે જો આ યુધ્ધ વધું લાંબુ ચાલ્યુ તો તે માનવ જીવન પર વિનાશક અસરો પેદા કરે છે,અત્યારે ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વિગેરે દેશો વચ્ચે ચાલી રહેલ યુધ્ધ ઘણા લાંબા સમય સુધી ચાલશે એવી વાતો વચ્ચે આવા યુધ્ધોની માનવીય સંવેદના અને મનોવિજ્ઞાનિક નિષ્ણાંતોના અભ્યાસો મુજબ પણ યુધ્ધ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા માનવી ઓને ઘણી ગંભીર અસર પડવાની શકયતા જોઈ શકાય છે જેમાં એક અભ્યાસ મુજબ શામેલ છે મોટા પાયે જાનહાનિ, વ્યાપક વિસ્થાપન,અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર(PTSD)જેવી ગંભીર શારીરિક/ માનસિક સ્વાસ્થ્ય કટોકટી,સંઘર્ષો અર્થતંત્રો,માળખાગત સુવિધાઓ અને પર્યાવરણનો પણ નાશ કરે છે જેના લાંબા ગાળાના પરિણામો આવે છે.આમાં સૌથી વધું જો અસર થાય છે તો તે છે નિર્દોષ બાળ માનસ પર જેને ખરેખર તો આવા વિનાશક યુધ્ધો સાથે કશું લેવા દેવાનું હોતું નથી.આ તકે એક જુનો ઈતિહાસ યાદ આવી ગયો.બીજા વિશ્વ યુધ્ધ(૧૯૩૯-૧૯૪૫) વખતે પોલેન્ડના ઘણા હતભાગી બાળકો અને લોકોને કોઈ દેશે જ્યારે યુધ્ધના સમયમાં આશરો આપ્યો નહોતો ત્યારે જામનગર-(નવાનગર સ્ટેટ)ગુજરાતના રાજવી આદરણીય દિગ્વિજયસિંહજી મહારાજા સાહેબે એ પોતાના રાજ્યમાં આશરો આપી તેઓને કોઈ પણ જાતની મુશકેલી ન પડે તેવી વ્યવસ્થા કરી આપી હતી અને ઘણાં વર્ષ સુધી આશ્રય આપ્યો હતો.તત્કાલિન મહારાજા સાહેબે એક અનોખું માનવીય સંવેદનાથી ભરપુર કાર્ય કર્યું હતું એમ કહી શકાય.પ્રણામ અને વંદન આવા મહાન રાજવીઓને.

માનવ જીવન પર મુખ્ય અસરો:-

જાનહાનિ અને મૃત્યુદર:- યુધ્ધોમાં મોટા પાયે જાનહાનિ થાય છે.પ્રથમ વિશ્વયુધ્ધમાં લગભગ બે કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બીજા વિશ્વ-યુધ્ધમાં લગભગ છ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા એવું ઈતિહાસના પાના પર નોંધાયું છે.

સ્વાસ્થ્ય અને માનસિક આઘાત: -શારીરિક ઇજાઓ ઉપરાંત, સંઘર્ષો વ્યાપક PTSD, ચિંતા અને હતાશાનું કારણ બને છે. અત્રે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)ને થોડું સમજીએ તો તે ભયાનક,હિંસક અથવા જીવલેણ ઘટનાઓનો અનુભવ કરવાથી અથવા જોવાથી થતી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ.ફ્લેશબેક,દુઃસ્વપ્નો,ગંભીર ચિંતા અને યાદ અપાવવાનું ટાળવા સહિતના લક્ષણો એક મહિનાથી વધુ સમય સુધી રહેવા જોઈએ અને નિદાન કરવા માટે દૈનિક કામગીરીમાં નોંધપાત્ર રીતે દખલ કરે છે.જેના મુખ્ય પાસાઓ અને કારણો જોઈએ તો તેમાં સામાન્ય ઉત્તેજનાઓમાં લડાઈ, કુદરતી આફતો, અકસ્માતો, જાતીય હુમલો અને દુર્વ્યવહારનો સમાવેશ થાય છે.આવી અસરથી પીડાતી વ્યક્તિઓના મુખ્ય લક્ષણમાં તેને ફરીથી અનુભવ થવાની માનસિકતા થઈ શકે છે જેમાં  ફ્લેશબેક, દુઃસ્વપ્નો અને દુઃખદાયક યાદો મનને બેચેન બનાવે છે.આના નિવારણ માટે આવા લોકોએ આવા સ્થાનો અથવા પરિસ્થિતિઓથી દૂર રહેવું જે વ્યક્તિને આઘાતની યાદ અપાવે છે.

યુધ્ધને આમ તો મનુષ્ય કોઈ બે દેશો વચ્ચે ચાલી રહેલ લડાઈ તરીકે જોતા આવ્યા છે પણ તેના કારણે થતા રાજકીય કે આર્થિક નુકસાનની સાથે માનવ સમાજ અને વ્યક્તિગત રીતે કેવી ગંભીર અસરો પડે છે તેનું ચિંતન કરવું રહ્યું.આ તકે પાંચ-છ વર્ષ પહેલાં આવેલ કોરોના ની મહામારીનો દાખલો સૌની સામે છે-કેવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી ત્યારે વિશ્વ-માનવની જીંદગી પર. આજે વિશ્વ કદાચ કોરોના જેવી અસરને અલગ રીતે જોઈ રહેલ છે અને યુધ્ધની ગંભીરતા એટલી છે એક ઘણાં દેશોમા અર્ધ લોક ડાઉન જેવી દારુણ સ્થિતિ સર્જાયેલ છે તે ભયજનક સ્થિતિ દર્શાવે છે.

બાળકો પર અસર: એક અભ્યાસ મુજ્બ આશરે ૨૫૦મિલિયન બાળકો સશસ્ત્ર સંઘર્ષવાળા વિસ્તારોમાં રહે છે જે ગંભીર માનસિક/શારીરિક નુકસાન અને વિકાસમાં વિક્ષેપનો સામનો કરી રહ્યા છે.વિસ્થાપન: લાખો લોકો વિસ્થાપિત થાય છે, જેના કારણે શરણાર્થી સંકટ સર્જાય છે અને લાંબા ગાળાના સામાજિક વિક્ષેપનું કારણ બને છે.આર્થિક અને સામાજિક વિનાશ:યુધ્ધ શહેરો,માળખાગત સુવિધાઓ અને આજીવિકાનો નાશ કરે છે અને લાંબા ગાળાનો આર્થિક વિનાશ સર્જાય છે.

વિશ્વ સમાજને આજે સૌથી મોટી ચિંતા આવા અનેક યુધ્ધોની અને યુધ્ધ બાદની માણસ પર મનોવૈજ્ઞાનિક અસરોની છે.એક અલગ જ માનવ વિશ્વનું જાણે કે આપણે પોતે જ સર્જન કરી રહ્યા છીએ અને છતાં આપણે સૌ સામુહિક રીતે બે-ખબર બનીને જીવનપથ પર આગળ કેમ વધવું,આધુનિકતાના સથવારે,નવી-નવી ટેકનોલોજી અને યુધ્ધ શસ્ત્રોના સહારે કોઈ એક દેશ કે દેશો કે પછી સમગ્ર વિશ્વને કાબુમાં રાખવાની માનસિકતા રોકી શકતા નથી-એક બેકાબુ વાહનની જેમ બસ સામે આવનારને ઈજા પહોંડવાની મનોસ્થિતિ બનાવી રહ્યા છીએ એવું અત્યારના યુધ્ધના માહોલ પરથી પ્રતિબિંબિત થાય છે.કોઈ એક વ્યકતિ વિશેષ કે કોઈ એક દેશને અન્ય દેશ કે વ્યક્તિની સામે યુધ્ધની કરવાની તાલાવેલી કે બીજા શબ્દોમાં કહીએ તો એવો વિચાર આવવો એના માટેના અનેક કારણો હોઈ શકે છે.તેની માનસિકતા મહત્વનો ભાગ ભજવે છે એવું હોઈ શકે,અભિમાન,અહંકાર,અહંમ,અન્યને નબળો બનાવવાની વિકૃતતાઅને સૌથી વિશેષ વિશ્વમાં પોતાની સર્વોપરિતા સ્થાપવાની મહત્વકાંક્ષા જોવા મળશે.આજે યુધ્ધ નહિં બુધ્ધની જરુર છે એમ આપણે સરળતાથી કહી શકીએ છીએ પણ એને સહજ ભાવે સ્વિકારી શકીએ છીએ? જેમ બને તેમ વ્હેલી તકે યુધ્ધ સમાપ્ત કરવા કોઈ ચોક્ક્સ અને સાર્થક પગલાઓ લેવામાં આવે છે ખરા? દરેક દેશ પોતાના હિતની રક્ષા કરવા તત્પર હોય છે પણ વિશ્વ-શાંતિ માટે શું? તેઓ આ દુનિયામાં નથી રહેતા? તેઓને અન્ય દેશની અનેક કારણોસર જરુરીયાત નથી પડતી? શા માટે સૌ હથિયારોના વિકાસ અને તેના વેંચાણ તરફ દોડે છે? આજે ચાર-ચાર વર્ષથી ચાલી રહેલ યુક્રેન-રશિયા યુધ્ધનો અંત કયારનો આવી ગયો હોત જો વિશ્વના અનેક દેશોએ શાંતિ સ્થાપવા માટે નકકર દ્ર્ઢતા બતાવી હોત તો.વિશ્વ-માનવે હવે ખરેખર વ્યાપક નુકસાન અને જાન-માલની વિક્ટ પરિસ્થિતિ જોતા કોઈએ તો પહેલ કરવી રહી.

શું સૌ કોઈની નઝર હવે ભારત તરફ છે? ભારત જેવો શક્તિશાળી  દેશ વિશ્વ શાંતિ માટે અગ્રેસર બનશે?ભારતની અને  વિશ્વની નિયતિમાં શું છે? એ જાણ્વાનો હવે સમય આવી ગયો છે,નહિંતર આમ ને આમ હજારો લોકો મૃત્યુના મુખમાં હોમાંશે અને અબજો રુપિયાનું નુકસાન થશે અને એક દારુણ મનોવૈજ્ઞાનિક અસર તળે લાખો લોકો આવી જશે એ હકીકત અને વાસ્તવિકતા સ્વિકારવી રહી.વિશ્વ વિકાસની દિશામાં કદાચ બે-ત્રણ વર્ષ પાછળ ધકેલાઈ જ્શે એવું અનુમાન કરી શકાય? હજુ યુધ્ધ લાંબુ ચાલશે એમ યુધ્ધની સ્થિતિ જોતા સામેલ દેશો દુનિયાને ચેતવણીના સ્વરુપમાં કદાચ જણાવી રહ્યા છે ત્યારે ખરેખર યુધ્ધની પરિસ્થિતિ વધું ગંભીર સ્વરુપ ધારણ કરશે એ બાબત ચિંતાજનક છે ત્યારે અત્યારે એવા સમાચાર જાણવા મળ્યા કે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ ના મેમ્બર દેશોએ આ યુધ્ધ જેમ બને તેમ વહેલી તકે સમાપ્ત થાય તેવો ઠરાવ કર્યો છે.આશા રાખીએ કે હવે આ મહા વિનાશક યુધ્ધ આગામી દિવસોમાં પૂર્ણ થાય અને સૌ વિશ્વ માનવીઓને શાંતિ પ્રાપ્ત થાય.

એકાદ વિકટ પ્રશ્ન દિમાગ ઉપર કબજો કરવા જઈ રહેલ છે એવું અત્યારે આ લખાણ પુરુ કરું છું ત્યારે લાગ્યુ, કદાચ આપના જેવા વાચકો આ બાબતે વધું સારી રીતે મનોમંથન કરશે અને જવાબ અથવા શોધી શકશે એવી આશા છે.ભારતની ઐતિહાસિક વિરાસત અને મહાનગ્રંથો પૈકી કે જે હવે વિશ્વપ્રસિધ્ધ બની ગયેલ છે તે મહાભારતની અમુક બાબતો શું કોઈ ચોક્ક્સ બાબતો માટે દિશા-નિર્દેશ કરે છે?શું ગુરુ દ્રોણાચાર્યજીની બાણવીર એવા એકલવ્ય પાસેથી માંગેલ ‘વિશિષ્ટ ગુરુ દક્ષિણા’નું કારણ અને રાજકીય-સામાજીક ક્ષેત્રે તેનું જે તે સમયે મહત્વ આજના આ અણું યુધ્ધના ભણકારા વચ્ચે અને આવા વાતાવરણની સાપેક્ષે પુન:યર્થાથતા પ્રાપ્ત કરવા જઈ રહેલ છે? જે તે સમયેની યુધ્ધ વિદ્યાને પ્રાપ્ત કરનારાઓને સિમિત રાખવાનું કોઈ ચોક્ક્સ મર્મ હતો?તે સત્ય હકીકત આજના યુધ્ધની સાપેક્ષે પણ યોગ્ય-યથોચિત જણાય છે?આવો સૌ વિચાર વિમર્શની સાથે જ યુધ્ધને રોકવા આત્મચિંતન કરીએ.વિશ્વશાંતિની આશા અને અભિલાષા.(સાભાર વિવિધ વેબ સાઈટસ)

 

 

સંકલન અને રજુઆત:-કિરીટ બી.ત્રિવેદી-‘નિમિત’, ગાંધીનગર, મો-૯૯૯૮૮૭૯૬૧૯

You Might Also Like

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત
રાજકોટ

ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત

Editor By Editor 6 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
સામાજીક અગ્રણી કરણાભાઇ માલધારીના જન્મદિવસની સેવાકાર્યથી કરાઇ ઉજવણી
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
DH કોલેજમાં શનિવારે ફાસ્ટેનેબલ સમાજમાં આર્ટસ અને હયુમેનિટીઝની ભૂમિકા પર સેમિનાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?